Gujaratis In America : ભારતીયોમાં વિદેશ જવાનો મોહ વધી રહ્યો છે. તેમાં પણ ગુજરાતીઓને વિદેશી બનવાનો રંગ વધુ લાગી રહ્યો છે. આ અમે નહિ, આંકડા કહે છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાંથી 22 હજાર લોકોએ ભારતીય નાગરિકત્વ જતુ કર્યું છે. વર્ષ 2013થી 2022માં ગુજરાતમાંથી 22 હજારથી વધુ લોકોએ ભારતીય પાસપોર્ટ સરંડર કર્યો છે. વર્ષ 2022માં સમગ્ર દેશમાંથી 2.25 લાખ લોકોએ ભારતીય નાગરિકત્વ જતું કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશી બનવામાં કોને રસ 
છેલ્લા 10 વર્ષમાં વિદેશ જવાનું ચલણ અચાનક વધી ગયું છે. ગુજરાત પણ તેમાં બાકાત નથી. પાસપોર્ટ સરેન્ડર કરવામાં દિલ્હીવાસીઓ સૌથી આગળ છે. જ્યારે પંજાબ બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે આવે છે. ભારતીય નાગરિકત્વ જતુ કરવામાં ગુજરાતીઓ પણ રસ લઈ રહ્યાં છે. આ પ્રમાણમાં હવે વધારો થઈ રહ્યો છે. 


ગુજરાતીઓના સૌથી ફેવરિટ ડેસ્ટિનેશન પર દારૂ પીને છાટકા કર્યા તો આવી બનશે


કેટલા ભારતીયોએ નાગરિકત્વ જતું કર્યું
વર્ષ 2022 માં સમગ્ર દેશમાથી 2.25 લાખ લોકોએ ભારતીય નાગરિકત્વ જતુ કર્યું છે 


  • દિલ્હી 60414 સાથે મોખરે

  • પંજાબ 28117 બીજા ક્રમે

  • ગુજરાત 22,000 ત્રીજા ક્રમે

  • મહારાષ્ટ્ર 17171 ચોથા ક્રમે

  • કેરળ 16247 પાંચમા ક્રમે


હવે એ દેશોની વાત કરીએ જ્યાંની નાગરિકતા ભારતીયોએ મેળવી છે. 2018 થી 2022 દરમિયાન ભારતીયોએ અણેરિકા, કેનેડા, યુનાઈટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોનું નાગરિકત્વ મેળવ્યું છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, જર્મનીની નાગરિકતા લેવામાં પણ ભારતીયોનો રસ વધી રહ્યો છે. 


ચોંકાવનારો કિસ્સો : રસોઈયાએ શાળામાં કરી તાંત્રિક વિધી, 12 મરઘા અને 1 બકરાની બલી આપી


2018 થી 2022 ના આંકડા


  • 13044 લોકોએ અમેરિકાનું નાગરિકત્વ લીધું

  • 7472 લોકોએ કેનેડાનું નાગરિકત્વ લીધું

  • 1711 લોકોએ યુનાઈડેટ કિંગડમનું નાગરિકત્વ લીધું

  • 1686 લોકોએ ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ લીધું 


કેટલા લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું
છેલ્લાં પાચ વર્ષમા કેટલા ભારતીયોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું તેના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2018 માં 1.34 લાખ લોકો, વર્ષ 2019 માં 1.44 લાખ લોકો, વર્ષ 2020 માં 85,226 લોકોએ, વર્ષ 2021 માં 1.63 લાખ લોકો અને વર્ષ 2022 માં 2.25 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે. 


ભારતના નક્શામાંથી ગાયબ થયેલી સરસ્વતી નદીના ગુજરાતમાં મળ્યા મોટા પુરાવા, કરાશે સંશોધન