અમદાવાદ : વિશ્વની મહાશક્તિ અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેના કારણે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે ટ્રમ્પના રૂટ પર આંતરરાષ્ટ્રીય મીડિયા કવરેજ પણ થવાનું હોવાનાં કારણે ક્યાંય ખરાબ ન દેખાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તેથી જ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનાં રૂટમાં રાતોરાત ફેરફાર કરવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડિયમથી મોટેરા ગામ સુધીનાં રોડ પર હાલમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેથી આ ખુલ્લા પિલ્લર સહિતની વસ્તુઓ ન દેખાય કાફલાને એ માટે રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નમસ્તે ટ્રમ્પ : જો તમે પણ કાર્યક્રમમાં જવા માંગો છો તે આ સમાચાર ખાસ તમારા માટે !
હવે ગેટનંબર 2નાં બદલે સમગ્ર કાફલો મોટેરા સ્ટેડિયમમાં જવા માટે આશારામ આશ્રમ નજીક થઇને સોસાયટીનાં અંદરના રોડમાં થઇને પસાર થશે. આ રૂટ નક્કી થતાની સાથે જે રાતો રાત સોસાયટીમાં નવો રોડ બનાવી દેવામાં આવ્યો છે. ટ્રમ્પ અને મોદીનો કાફલો ભાટ-કોટેશ્વર થઇને મોટેરા ગામમાં આવેલા ભગીરથ ટેનામેન્ટ નામની સોસાયટી ખાતેથી વલી જશે. શાંતિ એન્કલેવ સોસાયટી પાસેથી આશારામ આશ્રમ ખાતેનાં શોર્ટકર્ટ પરથી સીધા જ સ્ટેડિયમનાં ક્લબ હાઉસ પાસે નવા ઉભા કરાયેલા ગેટમાંથી પ્રવેશી જશે.


60 હેક્ટરમાં રહેલા ગંધાતા કચરાની જગ્યાએ સુરત કોર્પોરેશને બનાવ્યો અનોખો બાગ
અત્રે ઉલ્લે્ખનીય છે કે, આશારામ આશ્રમ ખાતેથી પસાર થવાનાં હોવાનાં કારણે તંત્ર દ્વારા રાતોરાત જે પ્રકારે વ્યવસ્થા કરી દેવામાં આવી તેનાં કારણે સોસાયટીનાં રહીશો આશ્ચર્યમાં મુકાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube