60 હેક્ટરમાં રહેલા ગંધાતા કચરાની જગ્યાએ સુરત કોર્પોરેશને બનાવ્યો અનોખો બાગ

કચરાનું રિસાયકલ કરી અનેક વસ્તુઓ અને ઉર્જા ઉતપન્ન કરવા અંગે વાત આપે અનેકવાર સાંભળી હશે, પરંતુ કચરા પર બગીચો બનાવવાની અજાયબી સુરત મહાનગર પાલિકાએ કરી બતાવી છે. સુરતમાં મોટા પ્રમાણમાં એકત્ર થતા કચરાને ખજોદ સાઈટ પર એકત્ર કરવામાં આવે છે. દેશમાં પ્રથમ વાર વૈજ્ઞાનિક ઢબે કચરા પર બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા બગીચો જોઈ લોકોને આ અન્ય બગીચાની જેમ સામાન્ય બગીચો જ લાગશે. જો કે આ બગીચાની ખૂબી સાંભળી તમે આશ્ચર્યમાં મુકાઈ જશો, કારણે કે શહેરમાંથી ખજોદ ખાતે ઠલવાયેલ લાખો ટન કચરા પર બગીચો તૈયાર થયો છે.

60 હેક્ટરમાં રહેલા ગંધાતા કચરાની જગ્યાએ સુરત કોર્પોરેશને બનાવ્યો અનોખો બાગ

ચેતન પટેલ/સુરત: કચરાનું રિસાયકલ કરી અનેક વસ્તુઓ અને ઉર્જા ઉતપન્ન કરવા અંગે વાત આપે અનેકવાર સાંભળી હશે, પરંતુ કચરા પર બગીચો બનાવવાની અજાયબી સુરત મહાનગર પાલિકાએ કરી બતાવી છે. સુરતમાં મોટા પ્રમાણમાં એકત્ર થતા કચરાને ખજોદ સાઈટ પર એકત્ર કરવામાં આવે છે. દેશમાં પ્રથમ વાર વૈજ્ઞાનિક ઢબે કચરા પર બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા બગીચો જોઈ લોકોને આ અન્ય બગીચાની જેમ સામાન્ય બગીચો જ લાગશે. જો કે આ બગીચાની ખૂબી સાંભળી તમે આશ્ચર્યમાં મુકાઈ જશો, કારણે કે શહેરમાંથી ખજોદ ખાતે ઠલવાયેલ લાખો ટન કચરા પર બગીચો તૈયાર થયો છે.

ગુજરાતના MSME ઊદ્યોગ સાહસિકો માટે ૩૬૦ ડિગ્રી ચેઇન્જની પહેલ, SBI સાથે થયા MoU
સુરત મહાનગર પાલિકાએ દેશનો પ્રથમ કચરા પર બગીચો તૈયાર કર્યો છે. કચરાના નિકાલની જગ્યાએ નવસાધ્ય કરી બગીચો બનાવવામાં આવ્યો છે. રૂપિયા 100 કરોડના ખર્ચે સમગ્ર કામગીરી પાર પડવામાં આવી. 6 લાખ 12 હજાર ચોરસ મીટર જગ્યામાં ધનકચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. સુરત ખજોદમાં 14 વર્ષ સુધી કચરો દાટવામાં આવ્યો તે જગ્યા પાલિકાએ નવસાધ્ય કરી બગીચો બનાવી દીધો છે. ખજોદમાં 30 હેકટર જગ્યામાં કચરાની ઉપર બગીચો વિકસાવવામાં આવ્યો છે . કચરા નિકાલની જગ્યા નવસાધ્ય કરી બગીચો બનાવવામાં પાલિકા દેશમાં પ્રથમ છે. આ જગ્યાને નવસાધ્ય કરવા બગીચો બનાવ્યા બાદ તેના જતન માટે વૈજ્ઞાનિક ઢબે પાર પાડવામાં આવી છે. 

60 પાણીના ફુવારા મૂકવામાં આવ્યા છે. પાલિકા 2001થી ખજોદમાં ઘનકચરાનો નિકાલ કરે છે. 60 હેક્ટર જગ્યામાં પથરાયેલા કચરાને 30 હેકટર જગ્યામાં લાવી તેની પર પીળી માટી નાખી બગીચો બનાવવામાં આવ્યો છે. આ જગ્યા અને દીવાલથી કવર કરવામાં આવી છે જમીનની અંદર રહેલા કચરામાંથી ગેસ પેદા થાય તેવા સંજોગોમાં ગેસના નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પીળી માટી પર બગીચો બનાવ્યા બાદ તેના જતન માટે પાણીના ફુવારા મૂકવામાં આવ્યા છે.

Vadodara : ગૃહમંત્રી આવવાના છે એક જ દિવસ માટે પણ બદલાઈ જશે આખું શહેર!
આ ફુવારામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી વપરાય રહ્યું છે. કચરાની જગ્યાને નવસાધ્ય કરવાની આ કામગીરી થકી પાલિકાને 30 હેક્ટર જગ્યા નવી મળી છે. ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે ક્લોઝર કરવાની કામગીરી દેશમાં પ્રથમ વખત હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે કચરામાંથી તૈયાર કરવામાં આવેલા બગીચાને કોલેજો અને શાળાના વિદ્યાર્થીઓને પણ બતાવવાની તૈયારી પાલિકાએ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news