ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી SOP તૈયાર કરી હતી. જોકે રાજકોટના લોકમેળામાં સરકારની SOP જિલ્લા વહીવટી તંત્ર જ ઘોડી પી ગયું હોય તેવો ઘાટ ઘડાયો છે. કેમ લોકમેળાની SOPનું પાલન કરાવવામાં જિલ્લા વહીવટી તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલની ભયંકર આગાહી; ગુજરાત પર બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય! ક્યાં પડશે ભારે વરસાદ?


રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકમેળા માટે રાજ્ય સરકારે SOP જાહેર કરી હતી. તેની કડક અમલવારીના દાવાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા. પરંતુ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં તૈયાર થઈ રહેલા લોકમેળામાં ZEE 24 કલાકે રિયાલિટી ચેક કરતા રાજ્ય સરકારની SOPના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા. રાઈડ્સ માટે ફાઉન્ડેશન તૈયાર કરવાનો બદલે લાકડાના ડટ્ટા મૂકીને રાઈડ ફિટિંગ કરવામાં આવતી હતી.


લોકમેળામાં રાઈડ્સ માટે રાજ્ય સરકારે જે SOP તૈયાર કરી છે તેમા જમીનનો સોઈલ્ડ ટેસ્ટ અને રાઈડ્સ માટે RCCનું ફાઉન્ડેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોકે રાજકોટના લોકમેળામાં આ નિયમો ઘોડી રાઈડ્સ સંચાલકો પી ગયા હોય અને જિલ્લા વહીવટી તંત્ર પણ આંખ આડા કાન કરતું જોવા મળી રહ્યું છે. લોકમેળામાં કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ તે મોટો સવાલ ઉભો થયો છે. 


ગટરનું ગંદુ પાણી વેચીને પણ આવક ઉભું કરી રહ્યું છે ગુજરાત! આ શહેરે 557 કરોડની આવક રળી


સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં રાઈડ્સના પ્લોટના સોઈલ્ડ ટેસ્ટનો રિપોર્ટ આવે તે પહેલાં જ રાઈડો ઉભી કરી દેવામાં આવી રહી છે. રાજ્ય સરકારની SOPનું ખુલ્લેઆમ ઉલાળીયો થતો જોવા મળી રહ્યો છે. RCC ફાઉન્ડેશન વગર જ યાંત્રિક રાઈડ્સ ઉભી કરી દેવાઈ છે. લાકડાના ડટ્ટા ઉપર યાંત્રિક રાઈડ ઉભી કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. TRP ગેમઝોન બાદ તંત્ર શીખ કેમ નથી લેતું ? તે સવાલો છે. જોકે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ફાઉન્ડેશન અને SOPનું કડક પાલન કરાવવાના દાવાઓ કર્યા હતા તે સાંભળો..હકીકત એવી છે કે, ત્રણ-ત્રણ વખત હરાજી કરવામાં આવી. પરંતુ રાઇડ્સ સંચાલકોએ SOP હળવી કરવાની માંગ કરી હતી. જોકે જિલ્લા કલેકટરે SOP હળવી નહિ થાય તેવું કહી દીધું હતું. અંતે આ લોકમેળામાં ખાનગી મેળાના સંચાલક વિરેન્દ્રસિંહ ગોહિલે 1.28 કરોડમાં યાંત્રિક રાઈડના પ્લોટ ખરીદ્યા હતા. જેમાં તેના પાર્ટનર અને ભાજપના નેતા દશરથસિંહ વાળા ભાગીદાર થયા હતા. જોકે આ લોકમેળામાં 4 લાખનો પ્લોટ વિરેન્દ્રસિંહ ગોહિલે 4.5 લાખ થી 5.20 લાખ સુધીમાં વેંચયા હોવાનું સામે આવ્યું છે. 


મુંબઈમાં શાહરુખ કરતા ચાર ઘણું મોટું છે આ સવાયા ગુજરાતીની દિકરીનું ઘર!


SOP મુદ્દે વિરેન્દ્રસિંહ ગોહિલે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, લોકમેળામાં અલગ અલગ જગ્યાએ ખાડા ખોડી 5 જેટલી જમીનની માટી લઈ સોઈલ્ડ ટેસ્ટ કરાવ્યો છે. જોકે રિપોર્ટ બે દિવસ પછી આવશે. જમીન પથરાડ હોવાથી સોઈલ્ડ ટેસ્ટ પાસ જ થશે તેવો વિશ્વાસ છે. જેથી રાઇડ્સ ફિટ કરવા દેવામાં આવી રહી છે. જોકે આ અંગે રાઈડ સંચાલકોએ કહ્યું, અમે લાકડાના ડટ્ટા મૂકી રાઈડ્સ ઉભી કરી દીધી છે. ફાઉન્ડેશન શક્ય નથી અમે વર્ષો થી રાઈડ્સ આવી જ રીતે ઉભી કરીએ છીએ. લોકોની સુરક્ષા માટે SOP તૈયાર કરી પરંતુ તેની અમલવારી ન થતા કોંગ્રેસ નેતા વિજયસિંહ જાડેજાએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકારે લોકમેળાની SOP તૈયાર કરી. જમીનના સોઈલ્ડ રિપોર્ટ અને ફાઉન્ડેશન બનાવવાના નિયમો હતા. તો હવે રાઇડ્સ સંચાલકોને પ્લોટ ખાનગી મેળાના સંચાલકે જ આપ્યા છે. જેમાં ફાઉન્ડેશન વગર જ યાંત્રિક રાઈડ્સ ઉભી કરી દેવામાં આવી છે. SOPનું પાલન થવું જોઈએ તે હાલ થતું દેખાતું નથી. ખાનગી મેળાના સંચાલકે પ્લોટ લીધા પછી રાઈડ્સ સંચાલકોને રાઇડ્સના ભાડા પણ રૂ. 50 કરવા માટે છૂટ આપી દીધી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. 


આ ગામડું છે વિશ્વનું સૌથી પૈસાદાર, ખાલી બેંકોમાં જ પડી છે 7000 કરોડની ડિપોઝીટ!


રાઈડ્સ સંચાલકોએ પહેલે દિવસે જ હરાજીમાં જિલ્લા કલેકટરને કહ્યું હતું કે, રાજ્ય સરકારની SOP મુજબ ફાઉન્ડેશન બનાવવું શક્ય નથી તે સમયે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ SOPનું કડક પાલન કરવવાના દાવા કર્યા હતા. તો હવે ભાજપ નેતા દશરથસિંહ વાળા અને તેના પાર્ટનર વિરેન્દ્રસિંહ ગોહિલે લોકમેળાના પ્લોટ 1.28 કરોડમાં ખરીદ કરતા જિલ્લા કલેકટરે નિયમો હળવા કરી દીધા અને પાછળ દરવાજે થી મદદ કરતા હોવાનું લાગી રહ્યું છે. જોકે આ અંગે જિલ્લા કલેકટર સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેઓએ લોકમેળા મુદ્દે બોલવાનો ઇનકાર કરી દીધો હતો TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 જિંદગી આગમાં હોમાઈ ગયા બાદ પણ તંત્ર સુધારવાનું નામ લેતું નથી. શું સરકારના નિયમો અને SOPનું લોકમેળામાં પાલન થશે કે નહીં તે જોવું રહ્યું.