સુરત: સુરતના પાસ કન્વિનર ધાર્મિક માલવિયા સહિત પાસ કાર્યકર યોગેશ કુંભાણી, આકાશ વાટલીયા, મૌલિક નસીત, મહેન્દ્ર બાલધા અને તુષાર કાછડીયાની ધરપકડ કરાઇ છે. પીએમ અને સીએમના પોસ્ટર પર શાહી ફેંકવા તેમજ સરકારી સંપતિને નુકસાન અને રાયોટીંગના ગુનામાં સરથાણા અને પુણા પોલીસે ધરપકડની કાર્યવાહી કરી હતી. હાલમાં ધાર્મિક માલવીયાને જામી મળી ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધાર્મિક માલવીયાની ધરપકડને લઇ અમરેલીના બે ધારાસભ્યો વરાછા પોલીસ મથકે પહોંચી ગયા હતા. તો બીજી બાજુ લાઠી-બાબરાના MLA વિરજી ઠુમ્મરે નિવેદન આપતા જણાવ્યું હતું કે પાટીદાર યુવાનોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાટીદાર યુવાનો સરદારના સંતાનો છે. અમે અલ્પેશ કથીરિયાના પરિવારને મળ્યા છીએ. તો સરકારે કેસ પાછા ખેંચ્યા હોવાની સાચી વાત ક્યાંથી કરે છે. સરકારે પાટીદારો પરના કેસ પાછા ખેંચ્યા નથી.


વાંચવા માટે અહીં ક્લિક કરો: ગુજરાતમાં કરોડોનું કૌભાંડ કરનાર વિનય શાહ પકડાઇ તો ગયો, હવે આગળ શું?


સરથાણામાં જુદા જુદા બે ગુનામાં પાસ કન્વિનરોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પાસ કન્વિનરો સામે એકતા યાત્રા દરમિયાન પીએમ, સીએમ અને ડેપ્યુટી સીએમના પોસ્ટર પર શાહી ફેંકવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં સરથાણા પોલીસે ધાર્મિક માલવીયાની ધરપકડ કરી હતી. આ અગાઉ પણ પીએમ અને સીએમના પોસ્ટર પર શાહી ફેંકવાના ગુનામાં કોંગ્રેસના કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાલ ધાર્મિક માલવીયાને જામીન મળી ગયા છે.


વાંચવા માટે અહીં ક્લિક કરો: રહસ્યમય રીતે ગુમ થયા પૂર્વ ક્રિકેટર, કાકાની ખબર કાઢવા અમેરિકાથી વડોદરા આવ્યા હતા


જ્યારે આગાઉ ચૂંટણી સમયે પાસ કન્વિરો દ્વારા BRTS બસમાં તોડફોડ તેમજ તેને સળગાવવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પુણા પોલીસે BRTS બસમાં સળગાવવા તેમજ સરકારી સંપતિને નુકસાન પહોંચાડવાના ગુનામાં મહેન્દ્ર બાલધા, તુષાર કાછડીયા, યોગેશ કુંભાણી, આકાશ વાટલીયા અને મૌલિક નસીતની ધરપકડ કરી છે.


 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...