દ્વારકા : ખેડૂતો અને સમાજના યુવાનો માટે સરકાર સામે આંદોલને ચડેલા પાસ નેતા હાર્દિક પટેલે ગુરૂવારે દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા હતા અને સરકાર સામે ફરી એકવાર બળોપો કાઢ્યો હતો. અહીં પત્રકારો સાથે વાત કરતાં હાર્દિક પટેલે કહ્યું કે, જે સંકલ્પ સાથે નીકળ્યા છીએ એમાં વિજય મળે એ માટે દ્વારકાધીશના દર્શન કર્યા છે અહીં ભગવાનને પ્રાર્થના કરી કે જે બુધ્ધિ વગરના લોકો બેઠા છે એમને ભગવાન બુધ્ધિ આપે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વારકાધીશના દર્શન બાદ હાર્દિક પટેલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, એક જ ઉદ્દેશ એક જ સંકલ્પ અને એક જ વિજય કે ખેડૂતોના હિતની વાત થાય અને સામાજિક ન્યાયની વાત થાય કે જેમાં સમાજમાં શિક્ષણ અને રોજગાર વધે. તેમજ ખેડૂતો દેવામાંથી મુક્ત થાય. આ બંને મુદ્દા સાથે અમે નીકળ્યા છીએ. 100થી વધુ ગામમાં ગયા અને લોકો તરફથી ઘણો પ્રેમ અને આવકાર મળ્યો છે. 


આજે દ્વારકાધીશના દર્શન કરી પ્રાર્થના કરી છે કે અમે જે સંકલ્પ સાથે નીકળ્યા છીએ એમાં અમને વિજય મળે. હવે અહીંયાથી 25 માટેની તૈયારી છે. કાર્યક્રમ માટે કલેકટર, પોલીસ અને કમિશ્નરને મળવા માટેનો સમય માંગ્યો છે. પહેલીવાર અને છેલ્લીવાર એટલું કહીશ કે અમે કાર્યક્રમ કરવાના છીએ. તમે એવું ઇચ્છતા હોય કે અમારે અવ્યવસ્થાના ભાગ બનવું છે તો આપણે નથી બનવું. 


લોકતાંત્રિક દેશની અંદર જ્યાં મંદિરની અંદર પણ લોકો પોતાના મનની વાત વિના સંકોચે રજૂ કરી શકતા હોય ત્યાં જો આ લોકતાંત્રિક દેશમાં સરકાર સામે વાત રજૂ કરી શકાતી ન હોય તો એ દુખની વાત છે. ભગવાનને પ્રાર્થના કરી છે કે બુધ્ધિ વગરના જે લોકો બેઠા છે એમને ભગવાન બુધ્ધિ આપે...