ગૌરવ પટેલ/અમદાવાદ :હાર્દિક પટેલ (Hardik Patel) ની વધતી મુશ્કેલીઓને લઈ પાસની અમદાવાદ (Ahmedabad) ના વસ્ત્રાલ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાર્દિકની પત્ની કિંજલ પટેલ, અલ્પેશ કથીરિયા, મનોજ પનારા સહિતના પાસ કન્વીનર હાજર રહ્યા હતા. બેઠકમાં અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) એ ગુજરાત સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, અમારા પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. હાર્દિક પર સરકારે સકંજો કસ્યો છે. સરકારે પાટીદાર યુવાનો સામે કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી. પરંતુ તેનો અમલ માત્ર કાગળ પર થયો છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે પાટીદારો પર દમનના કેસમાં પોલીસ સામે પગલાં લેવાઈ નથી રહ્યાં અને પાટીદાર યુવાનોને જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. તો આ બેઠકમાં હાજર રહેલ હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે (Kinjal Patel) નિવેદન આપ્યું કે, આપણો સમય આવશે ત્યારે આ તાનાશાહોના સરનામાં બદલાવી નાંખીશુ. હજુ પણ 50% સફળતા મળવાની બાકી છે. હજુ પણ આપણા યુવાનો પર ખોટા કેસો લાગેલા છે. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ. 20 દિવસથી હાર્દિક ઘરે નથી આવ્યા.


Tatkal Ticket બૂક કરાવવા ગાંઠ વાળીને યાદ રાખો આ વાત, ફટાફટ થઈ જશે બૂક


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિની મિટિંગમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્ટેજ પરથી કહ્યું હતું કે, આપણો સમય આવશે ત્યારે આ તાનાશાહોના સરનામાં બદલાવી નાંખીશું. આ પરિવારમાં મને સ્થાન મળ્યું તેનો આભાર માનું છું. હજુ પણ 50% સફળતા મળવાની બાકી છે. હજુ પણ આપણા યુવાનો પર ખોટા કેસો લાગેલા છે. 20 દિવસથી હાર્દિક ઘરે નથી આવ્યા. આ સમયમાં આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે. મંતવ્ય બધાના ભલે અલગ હોય મંજિલ એક હોવી જોઈએ. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ. 


અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહ માટે લેવાયો મોટો નિર્ણય


તો બીજી તરફ અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કે, પાટીદાર સમાજની કમનસીબી છે કે હાર્દિકની પત્નીએ કેસ પરત ખેંચાવવા માટે ઘરથી બહાર નીકળવું પડે છે. સરકાર ૧૦ થી ૧૫ કેસ પરત ન ખેંચે તો કંઇ વાંધો નથી. આપણે કોર્ટમાં મળતા રહીશું. સરકારે જુના કેસ કેમ ફરી ખોલ્યા એ ખબર પડતી નથી. 1500 કેસ નોંધાયા હતા. 400 કેસ પરત ખેંચવાનું લિસ્ટ બનાવ્યું હતું, પરંતુ માત્ર 2૦૦ કેસ જ પરત ખેંચાયા છે. જો સરકાર કેસ પરત ન ખેંચવાની હોય તો તે જાહેરાત કરે. અમે અમારા રસ્તે ચાલશું. જે લોકો ભાજપામાં ભળ્યા છે એ આજે પણ કોર્ટની તારીખો ભરે છે. આગેવાનો સાથે મુલાકાત બાદ આગેવાનો કે સરકાર પાસેથી કોઇ હકારાત્મક વલણ આવશે તો કોર કમિટી નક્કી કરી ચર્ચા કરાશે.


બાંગ્લાદેશની ટીમને ચઢ્યું જીતનું અભિમાન, ભારતીય ટીમ સાથે કરી બેસ્યા એવી હરકત કે...


આમ, આંદોલનકારી યુવાઓ સામેના કેસો પાછા નહીં ખેંચાય તો ફરી એકવાર 2015 જેવા આંદોલનાત્મક કાર્યક્રમો થશે તેવી ચીમકી પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ સરકારને આપી છે. જેમાં આગામી દિવસોની રણનીતિને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અલ્પેશ કથીરિયા, મનોજ પનારા, ગીતા પટેલ, કિંજલ પટેલ સહિત પાસના આગેવાનો હાજર રહ્યા હતા. સરકાર સાથે અનેકવાર ચર્ચા થઇ છે પણ કેસ પાછા ખેંચાયા નથી ત્યારે હવે આગામી દિવસોમાં ફરી આંદોલનના રસ્તે જવું પડશે તેવો સંકેત અલ્પેશે આપ્યો હતો. .


અલ્પેશનો દાવો છે કે સામાજિક આગેવાનોની પોતાની મર્યાદાઓ છે તેવા સંજોગોમાં આ મુદ્દે અમે ખોડલધામ અને ઉંમાધામના આગેવાનોને મળીને રજૂઆત કરીશું. હાર્દિકની પત્ની કિંજલ પટેલે પણ દાવો કર્યો હતો કે હાર્દિકના જીવન જોખમ છે અને 10 જાન્યુઆરીથી તે ઘરે નથી આવ્યો. સત્ય પરેશાન થાય છે પણ પરાજીત નહીં થાય તેવો વિશ્વાસ કિંજલે વ્યક્ત કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક