બોલો...હવે 18 કરોડનું ચરસ દરિયામાં તરતું મળ્યું! જાણો ગુજરાતમાં ક્યાંથી મળ્યા ચરસના પેકેટ?
ગુજરાત રાજ્યને અડીને આવેલા 1600 કિલોમીટર લાંબા દરિયાઈ માર્ગે થી રાજ્યમાં યુવા ધનને બરબાદ કરવા માટે મોટા પ્રમાણમાં નશીલો પ્રદાર્થ ઘૂસવવામાં આવે છે ત્યારે રાજ્યમાં છેલ્લા બે થી ત્રણ મહિનામાં કચ્છ, દ્રારકા, ગીર સોમનાથ ના દરિયા કાંઠેથી બિન વાસી ચરસનો જથ્થો મળી આવ્યો હતો
ઝી બ્યુરો/વલસાડ: રાજ્યના 1600 કિલોમીટર લાંબા દરિયાઈ માર્ગેથી મોટા પ્રમાણમાં નશીલો પ્રદાર્થ ઘૂસવવાનો સિલસિલો છેલ્લા ઘણા સમયથી ચાલતો આવી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં સતત બે દિવસમાં કરોડો રૂપિયાના ચરસના પેકેટ બિનવાસી મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે વલસાડ જિલ્લામાં ક્યાંથી મળ્યા ચરસના પેકેટ જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં
અંબાલાલે ભારે કરી! કહ્યું; શ્રીલંકા પાસે એક વરસાદી સિસ્ટમ બનશે, જે વાવાઝોડું લાવશે!
ગુજરાત રાજ્યને અડીને આવેલા 1600 કિલોમીટર લાંબા દરિયાઈ માર્ગે થી રાજ્યમાં યુવા ધનને બરબાદ કરવા માટે મોટા પ્રમાણમાં નશીલો પ્રદાર્થ ઘૂસવવામાં આવે છે ત્યારે રાજ્યમાં છેલ્લા બે થી ત્રણ મહિનામાં કચ્છ, દ્રારકા, ગીર સોમનાથ ના દરિયા કાંઠેથી બિન વાસી ચરસનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે વલસાડ જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં બિનવાસી ચરસનો જથ્થો મળી આવ્યો છે.
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CMનું સંબોધન: 10 લાખ મકાનોને આ યોજનામાં આવરી લેવાશે
વલસાડ જિલ્લાના બે તાલુકામાંથી બે દિવસના અંદર 18 કરોડ 31 લાખ રૂપિયાના ચરસના જથ્થાના પેકેટ મળી આવ્યા છે. વલસાડ જિલ્લામાં બે દિવસમાં 31 જેટલા ચરસના પેકેટ બિનવાસી પોલીસ ને મળી આવતા પોલીસ દ્રારા જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી ચરસના પકેટ મળી આવી છે પહેલા જિલ્લા પારડી તાલુકાના ઉદવાડા ગામ ખાતે 5 કરોડ 87 લાખના ચરસના 10 પેકેટ બિનવાસી મળી આવ્યા બાદ બીજા દિવસે વલસાડ તાલુકાના ભાગલ ગામ ખાતે 12કરોડ 44 લાખ ના ચરસના 21 પેકેટ મળી આવ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસ દ્રારા 31 જેટલા ચરસના પેકેટ જપ્ત કર્યા હતા. વલસાડ જિલ્લા sog,મરીન ટાક્ષ ફોર્સ , ડુંગરી પોલીસ, પારડી પોલીસ દ્રારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત પોલીસમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબરી; આવી મોટી અપડેટ
સાથે વલસાડ જિલ્લા પોલીસ વડા ડો કરનરાજ વાઘેલા દ્રારા જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારાના વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે સ્થાનિક માછીમારો અને સ્થાનિકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને દરિયા કિનારે કઈ પણ શંકાસ્પદ વસ્તુ મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સતત બે દિવસમાં 18 કરોડ 31 લાખ રૂપિયા ના ચરસના 31 પેકેટ મળી આવ્યા છે. જેને લઈ વલસાડ પોલીસ એલર્ટ થઈ છે સાથે આ તમામ પેકેટની માહિતી ATS તથા મરીન ટાસ્કફોર્સની ટીમને જાણ કરવામાં આવી છે અને આ પેકેટ ક્યાંથી આવ્યા એ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.