અંબાલાલ પટેલે તો ભારે કરી! કહ્યું; શ્રીલંકા પાસે એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે, જે વાવાઝોડું લાવશે!

Ambalal Patel Rain Forecast: ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી ચેતવણી આપી દીધી છે. સાથે જ હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ પણ વરસાદ અંગે અલગ સંકેત આપ્યાં છે.

1/9
image

ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે. સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે. આ સિસ્ટમ 16-17 ઓગસ્ટની આસપાસ શ્રીલંકા બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે. 

2/9
image

આમ છતાં આ સિસ્ટમ ચોમાસું હોવાથી વાવાઝોડું બને તેવી શક્યતા ઓછી છે. આ સિસ્ટમ પશ્ચિમ કિનારા અને કર્ણાટક સુધી અસર કરી શકે છે અને આગળ વધી શકે તો ગુજરાતને અસર કરી શકે. આ સિસ્ટમ મજબૂત થવા માટે દરિયાની સપાટી ગરમ હોવી જોઈએ. તાપમાન 26.5 c વધુ હોવી જોઈએ. 50 મીટર ઉડી ગરમ હોવી જોઈએ તો સિસ્ટમ અસર કરશે. વેવ 15મી ઓગસ્ટથી મજબૂત બનશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે મજબૂત બનીને ઓરિસ્સા છત્તીસગઢ થઈને ગુજરાત આવશે. આ મહિનાના અંત અને સાતમી સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. 

3/9
image

તારીખ 16થી 24 રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 16-17 રાજ્યના ભાગોમાં ઝાપટા આપી શકે છે. તારીખ 20 થી 25 માં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની પણ શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. 

4/9
image

ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડશે. ઈડર સહિતના ભાગોમાં વરસાદી ઝાપટા રહી શકે. અમરેલી, ભાવનગર અને બોટાદના ભાગોમાં પણ વરસાદી ઝાપટા રહી શકે. સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા રહી શકે. ધોળકા ધંધુકાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા રહી શકે. હમણાં ગુજરાતમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ આગામી પાંચ દિવસ પછી ગુજરાતના વિવિધ ભાગોમાં હળવો મધ્યમ અને કોઈ ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સપ્ટેમ્બર 24 પછી ભારે વરસાદની શક્યતા રહેલી છે. ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા રહેશે. 

5/9
image

આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.

6/9
image

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે ખેડબ્રમ્હાના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તે આગામી દિવસોમાં વધી શકે છે. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. 

7/9
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અતિ ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. ગુજરાત ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આગામી 48 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ સાથે ક્યાંક રેડ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ બે દિવસ બાદ સિસ્ટમ નબળી થતાં રાજ્યમાં હળવો વરસાદની માહોલ રહેશે.

8/9
image

અંબાલાલ પટેલે કહ્યું કે 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થતાં 17થી 24 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ભુક્કા બોલાવશે. આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદથી ઝાપટાં રહેવાની શક્યતાઓ છે. જ્યારે આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા થશે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

9/9
image

આગાહીકાર પરેશ ગોસ્વામીની વરસાદને લઈ આગાહી કરી છેકે, ગુજરાતમાં 17-18 ઓગસ્ટ સુધી રાજ્યમાં નહીં પડે વરસાદ. 17થી 21 ઓગસ્ટ સુધી અમુક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1થી 3 ઈંચ સુધી પડી શકે છે વરસાદ. ગુજરાતમાં આખા ઓગસ્ટ મહિનામાં ખુબ જ સારા વરસાદની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે.