કચ્છઃ વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. અનેક દેશ આ મહામારી સામે લડી રહ્યાં છે. પાકિસ્તાન પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયું છે. પરંતુ આ બધા વચ્ચે પાકિસ્તાન પોતાની ખરાબ હરકત છોડી રહ્યું નથી. હવે જખૌ નજીક ભારતીય બોટ પર પાકિસ્તાન એજન્સી દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં બોટમાં સવાર એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનની કાળી કરતૂત
પાકિસ્તાન ગમે તેવી સ્થિતિમાં પોતાની કાળી કરતૂતો કરવાનું ભૂલતું નથી. એક તરફ જ્યાં જમ્મૂ-કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવતું હોય છે. તો હવે દરિયામાં પણ ભારતીય બોટ પર પાકિસ્તાન દ્વારા ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. 


રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, નવા 22 કેસ, 2 વ્યક્તિના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 538 


ભારતીય બોટ કચ્છ પાકિસ્તાન સરહદ પર માછીમારી કરી રહી હતી ત્યારે પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ બોટ ઓખાની હોવાનું જાણવા મળ્યું છે અને તેનું નામ ઓમકાર છે. પાક સિક્યોરિટી દ્વારા છ-સાત રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોટના એક ટંડેલને ઈજા પહોંચી છે. તેને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર