સંદીપ વસાવા/કામરેજ: પાકિસ્તાનના ડ્રાઈવરે લોકોનું દિલ જીતી લીધું છે. સુરતના કામરેજની મહિલાનું દુબઈ કારમાં પડેલું બે લાખનું બ્રેસલેટ પાકિસ્તાની ચાલકે પરત કર્યું. થોડા મહિના બાદ પાકિસ્તાનની કાર ચાલકે દુબઇ ખાતે નોકરી પર પરત ફળ્યા અને કારમાંથી મળી આવેલ બ્રેસલેટ પરત મળતા કાર ચાલકની ઈમાનદારીને લોકો સલામ કરી રહ્યા છે. સેવણી સેવા સહકારી મંડળીનાં પ્રમુખ પત્ની સાથે દુબઈ ફરવા ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં વિકાસ ખાડે ગયો! રાજ્યમાં ચારેય કોર પ્રજાને ખાડા નડે છે પણ સરકારને નહીં...


ઈમાનદારીને કોઈ ધર્મ કે જાત હોતી નથી. ઈમાનદારી અનેક ઉદાહરણ આપ સૌએ જોયા હશે અને સાંભળ્યા પણ હશે. વધુ એક ઈમાનદારીનો કિસ્સો સામે આવ્યો છે. જેણે સૌ કોઈ લોકોના દિલ જીતી લીધા છે. મૂળ પાકિસ્તાની કાર ચાલકે દુબઇ માં ખોવાયેલ લાખોની કિંમતનું બ્રેસલેટ પરત કરી ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિગત એવી છે એ સુરતના કામરેજ તાલુકાનાં સહકારી અગ્રણી અને સેવણી સહકારી મંડળીનાં પ્રમુખ કિશન પટેલ પોતાની પત્ની સાથે વેકેશન દરમ્યાન 6થી 7 દિવસ માટે ગત મે મહિનામાં દુબઈ ફરવા ગયા હતા. 15 મેનાં દિવસે ઈમરાન અકીલ નામનાં પેશાવરનાં કાર ચાલકે કિશનભાઈનાં પરીવારને લઈને જે પાકિસ્તાની કાર ચાલકને મળતાં પાંચ મહિના પછી ફોન કરી મહિલાને બેસ્લેટ પરત કરી પ્રામાણિકતા બતાવી હતી. 


આ કળિયુગી જનેતા છે કે જલ્લાદ? કાળજાના કટકાને કૂવામાં ફેંકી હત્યા, કારણ જાણી ચોંકી જશ


દુબઇ સીટી મોલમાં ફેરવી મોડી સાંજે હોટલ પર મુક્યા હતા. ત્યાં કિશન પટેલનાં પત્ની પલ્લવીબેનનું 2 લાખ કિંમતનું અસ્લી હિરા જડીત બેસ્લેટ ગુમ થઈ ગયું હતું. તેમણે દુબઈનાં મોલ ખાતે ખોવાયેલી ચિજ વસ્તુઓ માટેની ઓફિસ આની જાણ કરી હતી પરંતુ બેસલેટ મળ્યું ન હતું. આમ તો ઈમાનદારીના કિસ્સા સૌથી વધુ જો કોઈના સાંભળવા મળ્યા હોય તો એ રીક્ષા ડ્રાઈવર કે બસ ડ્રાયવર નાજ હોય છે. અનેક મુસાફરો મુસાફરી દરમ્યાન પોતાની કિંમતી ચીજ વસ્તુઓ ભૂલી જતા હોય છે. અને તેને પરત કરી પોતાની માનવતા ઈમાનદારી મેહેકાવતા હોય છે. 


વરસાદ છોડો...હવે ઠંડી પણ ભૂક્કા કાઢશે, લા નીનોના કહેરથી ભીષણ ઠંડી પડશે, IMDની ચેતવણી


આમ તો કિશન ભાઈ બ્રેસલેટ મળવાની આશા છોડી દીધી હતી. કિશનભાઈ એ કાર ચાલક ઈમરાનનો મોબાઈલ નંબર પોતાની પાસે રાખ્યો હતો. ઈમરાન પોતાના વતન પાકિસ્તાન પેશાવર વતનમાં ચાલ્યો ગયો હતો. જે પાંચ મહિના પછી દુબઈ આવ્યા બાદ પોતાની કારની સાફ સુફી દરમ્યાન પલ્લવીબેનનું બેસ્લેટ કારમાંથી મળી આવતા કિશન પટેલને જાણ કરી હતી. તે દરમિયાન જોગાનુ જોગ સેવણી મંડળીનાં મેનેજર કમલેશભાઈ પણ હાલ દુબઈમાં ફરવા ગયા હતા. કિશનભાઈએ ઈમરાન અકીલનો કમલેશભાઈ સાથે સંપર્ક કરાવી બેસ્લેટ પરત મેળવ્યું હતું. કિશનભાઈએ પાકિસ્તાનનાં પામાણિક્તા કાર ચાલક ઈમરાનનો આભાર વ્યક્ત કર્યો હતો.


મનનો કારક ચંદ્રમાનું રાશિ ગોચર આ બે જાતકોને કરાવશે બખ્ખાં, સુધરી જશે દિવાળી!


ઈમાનદારીના અનેક કિસ્સા પૈકી નો આ એક અનોખો કિસ્સો છે. કેમ કે આ કિસ્સો મૂળ પાકિસ્તાન વ્યક્તિ સાથે જોડાયેલી છે. લાખોની કિંમત કિંમતનું હિરા જડિત બ્રાસલેટ પરત કરી પાકિસ્તાની ની ડ્રાયવરે ઈમાનદારીની અનોખી મિસાલ ઉભી કરી છે, જેને સૌ કોઈ લોકો દિલથી સલામ કરી રહ્યા છે.


GMDCમાં યોજાશે ભવ્ય 'વાયબ્રન્ટ નવરાત્રી', જાણો કઈ તારીખે કયા કલાકારો મચાવશે ધમાચકડી