ઝી ન્યૂઝ/ : બ્લેક ફંગસથી પીડિત પાકિસ્તાનની વૃદ્ધ મહિલાને જીવિત રહેવા માટે આશાનું કિરણ હજારો કિલોમીટર દૂર ભારતમાં નજર આવ્યું છે. મગજ સુધી ફંગસ અને લાખો રૂપિયા સારવાર પર ખર્ચ કર્યા બાદ પણ રાહત ન મળતા પાકિસ્તાની વૃદ્ધ મહિલાની દીકરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના ડો.રજનીકાંત પટેલ સંપર્ક કર્યો અને આયુર્વેદિક સારવાર શરૂ કરી હતી. આજે વૃદ્ધ મહિલાને આ રોગથી મહદઅંશે રાહત મળી ચૂકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે વર્ષો જૂની દુશ્મનાવટ હોય તેમ છતાં આજે પણ બન્ને દેશોની સરહદ વચ્ચે માનવતાની રેખા હજી પણ કાયમ છે. ભારતના આયુર્વેદિક ડો.રજનીકાંત પટેલ પાકિસ્તાની 61 વર્ષીય વૃદ્ધા સુરૈયાબાનુને મ્યુકરમાઈકોસિસની નિઃશુલ્ક સારવાર આપી રહ્યા છે. મગજ સુધી ફંગસ પહોંચી ગઈ હતી પરંતુ ડોક્ટર રજનીકાંત પટેલની સારવારના કારણે હાલ તેઓને 50 ટકા રાહત મળી ચૂકી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલતાન શહેરમાં રહેતા 61 વર્ષીય મહિલા સુરૈયાબાનુની દીકરી ઈકરા અઝીઝ માતાને મ્યુકરમાઇકોસીસ થતા ખૂબ જ ચિંતિત હતી.


ઈકરા અઝીઝેવીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, તેની માતાને એક વર્ષ પહેલાં કોરોના થયો હતો અને ત્યારબાદ બ્લેક ફંગસ થતાં પાકિસ્તાનની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઉપરનું જડબું પણ કાઢવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાના માધ્યમથી આ બ્લેક ફંગસની સારવાર અન્ય કયા માધ્યમથી કરી શકાય તે અંગે સર્ચ કરી રહી હતી ત્યારે મને ખબર પડી કે ભારતના ડોક્ટર રજનીકાંત પટેલ આયુર્વેદના માધ્યમથી આ સારવાર કરે છે. અમે ડોક્ટરને સીટીસ્કેન રિપોર્ટ સહિતના અન્ય રિપોર્ટ મોકલ્યા હતા. તેઓએ જે પણ દવાઓ બતાવી હતી તે અમે કરી. અગાઉ કરતા હાલ ખૂબ જ રાહત મળી છે અને આગળ પણ આવી રીતે સારવાર થશે તેથી અમને ખાત્રી છે કે મારી માતા ફરીથી પહેલાની જેમ સારી થઈ જશે . તેમને ડોક્ટર રજનીકાંત પટેલ અને આયુર્વેદિક ઉપચારની આભાર વ્યક્ત કર્યો હતો.


ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સુરૈયાબાનુના દીકરી એ ડો.રજનીકતનો સંપર્ક કર્યો હતો. જે તે સમયે વૃધ્ધા ના મગજ સુધી ફંગસ ની અસર પહોંચી ગઈ હતી. રિપોર્ટ જોયા બાદ તેમની સારવાર શરૂ કરી હતી. અહીંથી દવાઓ પાકિસ્તાન મોકલવા માટે ત્રણ થી ચાર કુરિયર કંપનીનો સંપર્ક કર્યો હતો. પરંતુ કોઈપણ પાકિસ્તાન દવા મોકલવા માટે તૈયાર ન હતું. જેથી ત્યાં કોઈ પણ હર્બલ વનસ્પતિ વેચનાર માર્કેટમાં જે પણ દવાઓ અહીંથી કહેવામાં આવે ત્યાં શોધો. 


એટલું જ નહિં દર્દીને રોજે ઊંટનું દૂધ પીવા માટે કહ્યું હતું .કારણ કે તે એન્ટિ ફંગલ વધુ હોય છે અને પાકિસ્તાનમાં આ સહેલાઈથી મળી જાય છે. તેઓ જે 3 થી 4 લીટર ઊંટ નું દૂધ પીવે છે આ સારવાર ચાલી રહી હતી અને એક મહિના બાદ જે રિપોર્ટ કર્યા તેમાં સારી અસર જોવા મળી રહી હતી. તેમને જરૂરી સારવાર ભારતમાં બેસી આપી રહ્યા છે. 


ઉલ્લેખનીય છે કે મ્યુકરમાઇકોસિસની આ પ્રકારની મોર્ડન ટ્રીટમેન્ટમાં ખર્ચો 25 લાખ સુધીનો થાય છે. પરંતુ ડોક્ટર રજનીકાંત દ્વારા સુરૈયાબાનુની સારવાર નિ:શુલ્ક કરવામાં આવી છે. ડોક્ટર રજનીકાંત પટેલે વધુમાં કહ્યું કે, અત્યાર સુધી અમે 400 મ્યુકરમાઇકોસિસ ગ્રસ્ત દર્દીઓની સારવાર કરી છે.