PALANPUR: રાકેશ ટિકૈતની સભા પહેલા કાળા વાવટા ફરક્યા, સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ
સમગ્ર દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનાં મુખ્ય નેતા રાકેઠ ટિકેટ હાલ ગુજરાતનાં પ્રવાસે છે. આબુથી તેઓ પાલનપુર ખાતે આવ્યા હતા. ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે તેઓ અહીં ખેડૂત સંગઠનો સાથે બેઠક કરવાનાં હતા. ગુજરાતમાં તેઓ જ્યારે પ્રવેશ્યા ત્યારે હળ આપીને ખેડૂત સંગઠનો દ્વારા તેમનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેડૂત આંદોલન હાલ સરકાર વિરુદ્ધમાં છે. વડાપ્રધાન ગુજરાતનાં હોવાના કારણે ગુજરાતી ખેડૂતો જો વિરોધ કરે તો વધારે દબાણ લાવી શકાય તેવા આશયથી તેઓ ગુજરાતના ખેડૂત સંગઠનો સાથે બેઠક કરવા માટે ગુજરાત આવ્યા છે.
ઝી મીડિયા બ્યુરો/ પાલનપુર : સમગ્ર દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનાં મુખ્ય નેતા રાકેઠ ટિકેટ હાલ ગુજરાતનાં પ્રવાસે છે. આબુથી તેઓ પાલનપુર ખાતે આવ્યા હતા. ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે તેઓ અહીં ખેડૂત સંગઠનો સાથે બેઠક કરવાનાં હતા. ગુજરાતમાં તેઓ જ્યારે પ્રવેશ્યા ત્યારે હળ આપીને ખેડૂત સંગઠનો દ્વારા તેમનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેડૂત આંદોલન હાલ સરકાર વિરુદ્ધમાં છે. વડાપ્રધાન ગુજરાતનાં હોવાના કારણે ગુજરાતી ખેડૂતો જો વિરોધ કરે તો વધારે દબાણ લાવી શકાય તેવા આશયથી તેઓ ગુજરાતના ખેડૂત સંગઠનો સાથે બેઠક કરવા માટે ગુજરાત આવ્યા છે.
VADODARA: રસીકરણનાં નામે આડેધડ કેમ્પો વચ્ચે સામે આવી વિચિત્ર ઘટના, સમગ્ર દેશની પહેલી ઘટના
રાકેશ ટિકેટ જો કે ગુજરાતમાં પાલનપુર ખાતે પહોંચ્યા ત્યારે તેમનું કેટલાક લોકોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરતા ચકચાર મચી ગઇ હતી. ત્યાર બાદ ટિકૈત અને વાવટા ફરકાવનારા લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના પગલે પોલીસ દ્વારા કાળા વાવટા ફરકાવનારા લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. જો કે કાળા વાવટા ફરકાવનારા લોકો પૈકી 2 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ટિકૈતની સાથે શંકરસિંહ વાઘેલા પણ હાજર રહેવાના છે.
ન બાળકીનો ફોટો હતો, ન અપહરણકારની માહિતી, તો પણ આ રીતે પોલીસે શોધી કાઢી
જો કે આ રેલીમાં ઉડીને આંખે વળતે તેવી બાબત છે કે, ખુબ જ પાંખી સંખ્યામાં ખેડૂતો આ સભામાં હાજર છે. ખેડૂતો કરતા કોંગ્રેસી કાર્યકરો વધારે પ્રમાણમાં હાજર છે. કોંગ્રેસ દ્વારા રાકેશ ટિકૈતની ગુજરાત યાત્રાને સમર્થન આપવામાં આવ્યું છે. જો કે સભામાં અચાનક ધસી આવેલા લોકોએ જય શ્રી રામના નારાઓ સાથે કાળા વાવટા ફરકાવ્યા હતા. જેના પગલે ટિકૈતના સમર્થકો અને કાળા વાવટા ફરકાવનારા લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ દ્વારા 2 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube