પાલનપુરના તબીબને ગર્ભવતી મહિલાના ઓપરેશનના ફોટો વાયરલ કરવું ભારે પડ્યું
- ડોક્ટરે મહિલા કે મહિલાના પરિવારજનોની પરવાનગી વગર ઓપરેશન દરમિયાન લીધેલા ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતા વિવાદ ઉભો થયો
- આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પણ હોસ્પિટલના તમામ તબીબ અને સ્ટાફ સહિતના લોકોને પણ ચેતવણી આપી
અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના પાલનપુરમાં દાંતાની એક પ્રસુતાના ઓપરેશન દરમિયાન લીધેલા ફોટા ડોક્ટરે સોશિયલ મીડિયામાં શેર કરતા બબાલ મચી છે. જેમાં રાષ્ટ્રીય મહિલા આયોગના ધ્યાને આ બાબત આવતા તેમના આદેશ પછી જિલ્લા આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પાલનપુરની સિવિલ હોસ્પિટલના તબીબ ડો રાહુલ પટેલ ફોટો શેર કરીને વિવાદમાં ફસાયા છે.
UK થી આવેલા CM રૂપાણીની પુત્રી અને જમાઇને અધિકારીએ કહ્યું RTPCR ટેસ્ટ ફરજીયાત કરાવવો પડશે અને...
દાંતાના કાંસા ગામની 25 વર્ષીય પ્રસૂતાને પેટમાં દુખાવો ઉપડતાં સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા બાળક પેટની અંદર જ મરી ગયું હતું. તેમજ ગર્ભાશયની કોથળી પણ ફાટી ગઈ હતી. જેથી તબીબે ગર્ભાશયનું ઓપરેશન કરી જીવ બચાવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. તે સમયે સિવિલ હોસ્પિટલના ગાયનેક તબીબ ડો. રાહુલ પટેલ ઓપરેશન કરતા હતા. જેથી તેઓએ મહિલાના ઓપરેશન દરમિયાનના ફોટા લઈ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જોકે સારવારના 24 કલાક પછી મહિલાનું મૃત્યુ થયું હતું.
જો તમારા જીવનમાં હશે આ 4 S, તો તમે ક્યારેય માણી નહી શકો સેક્સનો આનંદ
ડોક્ટરે મહિલા કે મહિલાના પરિવારજનોની પરવાનગી વગર ઓપરેશન દરમિયાન લીધેલા ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતા વિવાદ ઉભો થયો હતો. આ બાબતે રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડોક્ટર રાજુલાબેન દેસાઈના ધ્યાને આવતા તેમણે આ મામલાને ગંભીરતાથી લીધી અને પુરાવાઓ સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે ઊંડાણપૂર્વક ન્યાયિક તપાસની માંગ કરી હતી. ડો. રાજુલાબેન દેસાઈએ કહ્યું કે, આ ગંભીર બાબત છે, તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.
અજબ પ્રેમ કી ગજબ કહાની! 65 વર્ષની ઉંમરમાં માતા બની મહિલા,ખુશીથી ઝૂમી ઉઠ્યો 80 વર્ષીય પતિ
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મહિલાના ગર્ભાશયના ઑપરેશનની તસવીરો વાઇરલ કરવાનો મામલામાં તાત્કાલિક પગલા લેવાયા છે. તસવીરો વાઇરલ કરવા મામલે સિવિલ સર્જને બનાસ મેડિકલ કોલેજ સહિત તબીબને ફટકારી કારણદર્શક નોટિસ આપી છે. નોટિસ ફટકાર્યાના 7 દિવસમાં ખુલાસો મંગાયો છે. જિલ્લા કલેક્ટરે સિવિલ સર્જન પાસે સમગ્ર મામલે અહેવાલ માંગતા સિવિલ સર્જને કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પણ હોસ્પિટલના તમામ તબીબ અને સ્ટાફ સહિતના લોકોને પણ ચેતવણી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube