બનાસકાંઠા : જિલ્લાના પાલનપુરમાં કોંગ્રેસનાં ધારાસભ્ય મહેશ પટેલ અને એક જાગૃત નાગરિક વચ્ચેની રકઝકનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ધારાસભ્યનાં બેફાન નિવેદન મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યએ કહ્યું કે, શો બાજી નહી કરવાની હું કામ કરતો નથી પણ કરવાનો પણ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મહામારી મુદ્દે કોંગ્રેસનાં સિનિયર નેતા અર્જૂન મોઢવાડીયા તેમજ કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો આજે જિલ્લાની સરકારી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પાલનપુર સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક નેતાઓ અને અગ્રણીઓ સાથે અર્જુન મોઢવાડીયા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા હતા. દરમિયાન પાલનપુરનાં એક જાગૃત નાગરિક શૈલેષ જોશીએ ધારાસભ્ય મહેશ પટેલ કોરોના મહામારી દરમિયાન જાહેરમાં દેખાતા જ નહી હોવાની રજુઆત કરી હતી. 


પોતાની વિરુદ્ધ રજુઆતથી ઉશ્કેરાયેલા મહેશ પટેલ અને વ્યક્તિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. પાલનપુર જાગૃત નાગરિક શૈલેષ જોશી જાહેરમાં વિનંતી કરતા હતા. ધારાસભ્ય મહેશ પટેલે પોતાનો જવાબ આપતા જણાવ્યું કે, વીડિયો વાયરલ થતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube