કળિયુગી સંબંધો લજવાયા! મામાએ ભાણીયાની પત્ની પર નજર બગાડતા કરૂણ અંજામ
ગત 19 જૂનના રોજ પલસાણા ગામના કારેલી ગામે રોડ બાજુના આવેલા ખુલ્લા ખેતરની એક ઝૂંપડીમાં પલસાણા પોલીસને નિર્મમ રીતે હત્યા કરાયેલા એક સ્ત્રી અને પુરુષના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં આ સ્ત્રી અને પુરુષ પતિ-પત્ની ઉમેશ રાઠોડ અને રમીલા રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું
સંદીપ વસાવા/પલસાણા: સુરત જિલ્લાના પલસાણાના કારેલી ગામે થયેલી ડબલ મર્ડર ઘટનાનો ભેદ પલસાણા પોલીસે ઉકેલી નાખ્યો છે. મૃતકના ભાણીયા અને તેની પત્નીએ જ મામા-મામીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મામાએ જ ભાણીયાની પત્ની પર નજર બગાડતા અને મજૂરીના પૈસા ઓછા આપતા હત્યા કરી નાખી હતી.
''ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું..", અગ્નિકાંડનો રિપોર્ટ તૈયાર, કોને બચાવાયા!
ગત 19 જૂનના રોજ પલસાણા ગામના કારેલી ગામે રોડ બાજુના આવેલા ખુલ્લા ખેતરની એક ઝૂંપડીમાં પલસાણા પોલીસને નિર્મમ રીતે હત્યા કરાયેલા એક સ્ત્રી અને પુરુષના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં આ સ્ત્રી અને પુરુષ પતિ-પત્ની ઉમેશ રાઠોડ અને રમીલા રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ બંનેની હત્યા કોણે કરી એ પોલીસ માટે તપાસનો વિષય બન્યો હતો. પોલીસે આ બંને મૃતકો અહી કેટલા સમયથી રહેતા હતા શું કામ કરતા હતા, એમની સાથે કોણ રહેતું હતું ? તેમજ આજુબાજુ વિસ્તારના સીસીટીવી તેમજ અંગત બાતમીદારો થકી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
હવે ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા કાઢી નાખશે! ફટાફટ જાણો ક્યાં ક્યાં અપાયું છે ભારે અલર્ટ
પોલીસ તપાસમાં મૃતક ઉમેશ રાઠોડ અને તેની પત્ની રમીલા રાઠોડ સાથે ઉમેશ રાઠોડનો ભાણિયો વિજય ઉર્ફે લાલુ રાઠોડ અને તેની પત્ની શીલા ઉર્ફે કોલી રાઠોડ છેલ્લા કેટલાક દિવસથી રહેવા માટે આવ્યા હતા. જોકે હત્યાની ઘટના બાદ બંને ગાયબ હતા અને તેમજ બંનેના મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતા હતા. જેને લઈ પોલીસને આ બંને વ્યક્તિઓએ હત્યા કરી હોવાની આશંકા દ્રઢ થઈ હતી. જેને લઇ પોલીસે બંનેની શોધખોળ શરૂ કરતાં બંને પતિ-પત્ની બારડોલીના સરભણ ગામેથી મળી આવ્યા હતા.
ગુજરાતના બાળકો માટે કેટલી સુરક્ષિત છે સ્કૂલવાન? વડોદરાના આ CCTV રૂવાડાં ઉભા કરશે!
પોલીસ તપાસમાં બંને પતિ-પત્નીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. મૃતક મામા ઉમેશ રાઠોડ ભાણીયાની પત્ની શીલા રાઠોડ પર ખરાબ નજર રાખી રહ્યો હતો. ઉપરાંત મજૂરીના પૈસામાં પણ વિજય રાઠોડને ઓછા પૈસા આપતો હતો. તેને લઈ ઘટનાના દિવસે શીલા રાઠોડે પહેલા કોથળ પદાર્થ વડે રમીલા રાઠોડનું માથું છૂંદી હત્યા કરી નાખી હતી. જોકે ઘટના દરમ્યાન ઉમેશ રાઠોડ જાગી જતાં વિજય રાઠોડે લોખંડના સળિયા વળે માર મારી ઉમેશ રાઠોડનું પણ હત્યા કરી નાખી હતી અને પોલીસના હાથે પકડાઈ જવાની બીકના કારણે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
અમરેલીના ખેડૂતે કાઠું કાઢ્યું! જાણો ખજૂરની ખેતી કરીને કેવી રીતે થાય છે લાખોની કમાણી?