અમરેલીના ખેડૂતે કાઠું કાઢ્યું! જાણો ખજૂરની ખેતી કરીને કેવી રીતે થાય છે લાખોની કમાણી?

Gujarat News: પરંપરાગત ખેતીથી અલગ સંજય ડોબરિયાએ આઠ વર્ષ પહેલાં બાગાયતી ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો અને તેમણે ખજૂરની ખેતી શરૂ કરી હતી. આજે તેઓ એજ ખજૂરની ખેતીથી તેઓ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. તેમના બગીચામાં એક હેક્ટરમાં ખજૂરના 120 ઝાડ  લગાવવામાં આવ્યા છે.

અમરેલીના ખેડૂતે કાઠું કાઢ્યું! જાણો ખજૂરની ખેતી કરીને કેવી રીતે થાય છે લાખોની કમાણી?

Gujarat News: સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ ખેડૂતો કપાસ અને મગફળી સહિત પારંપારિક પાકોની ખેતી કરે છે. તેના સિવાય રોકડિયા પાકો માટે પણ જાણીતા છે. પરંતુ અહીં કેટલાક ખેડૂતો એવા છે જેમણે પરંપરાગત ખેતીથી થોડું અલગ વિચારીને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં અમરેલી જિલ્લાના વાડિયા કુકાવ તાલુકાના દેવલકી ગામના ખેડૂત સંજયભાઈ ડોબરીયાનો પણ સમાવેશ થાય છે. તેઓ પરંપરાગત પાકની ખેતી કરતા નથી પરંતુ બાગાયતી ખેતી કરે છે. તેઓ બાગાયતી ખેતી દ્વારા લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ રીતે સારી કમાણી કરીને તેઓ તેમના વિસ્તારના ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે.

પરંપરાગત ખેતીથી અલગ સંજય ડોબરિયાએ આઠ વર્ષ પહેલા બાગાયતી ખેતી કરવાનો નિર્ણય લીધો હતો અને તેમણે ખજૂરની ખેતીની શરૂઆત કરી હતી. આજે તે જ ખજૂરની ખેતીથી તેઓ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. તેમના ખેતરમાં એક હેક્ટરમાં ખજૂરના 120 ઝાડ લાગેલા છે. ઈઝરાયેલી ખજૂરના એક ઝાડથી તેમણે 100-150 કિલોગ્રામ સુધીનું ઉત્પાદન થાય છે. ખજૂરની બજારમાં કિંમત લગભગ 18 લાખ રૂપિયા મળે છે. ખેતી અને મજૂરીનો ખર્ચ કાઢીને તેઓ 10 લાખનો નફો મેળવી રહ્યા છે.

આઠ વર્ષ પહેલા ખેતીની શરૂઆત
સંજયભાઈ જણાવે છે કે પહેલા તેઓ પણ પારંપારિક ખેતી કરતા હતા. તે દરમિયાન તેઓ કચ્છ ફરવા ગયા હતા, જ્યાં તેમણે ખજૂરની ખેતીની જોઈ અને ત્યારથી તેમણે ખજૂરની ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. કચ્છના ખેડૂતો પાસેથી જરૂરી માર્ગદર્શન લઈને તેઓ અમરેલી જિલ્લામાં ખજૂરની ખેતીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેમણે 120 ઝાડ લગાવ્યા હતા. પરંતુ આજે સંજય ભાઈ જણાવે છે કે જો ખેડૂત બાગાયતી ખેતી પર ધ્યાન આપે તો તેમણે વધુ ફાયદો થઈ શકે છે અને તેઓ પોતાની જિંદગી પણ બદલી શકે છે. તેમણે જણાવ્યું કે મને ખજૂરની ખેતી કરવા માટે સરકાર તરફથી દરેક ઝાડ દીઠ 16 હજાર રૂપિયાની સબસિડી પણ મળી હતી. સામાન્ય રીતે સૌરાષ્ટ્રનો વિસ્તાર દુષ્કાળ સામે ઝઝૂમતો હોય છે. જોકે, છેલ્લા કેટલાંક વર્ષોથી અહીં પણ સારામાં સારો વરસાદ પડી રહ્યો છે. એટલા માટે સૌથી વધુ ખેડૂત પારંપારિક ખેતી પર નિર્ભર રહે છે.

ખેડૂતોને આપવામાં આવે છે સબસિડી
ગુજરાતનો કચ્છ જિલ્લો આખા દેશમાં ખજૂરની ખેતી માટે પ્રસિદ્ધ છે કારણ કે અહીં રાજ્ય સરકાર અને કૃષિ વિભાગની પહેલ પર ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે. વિભાગે ખેડૂતોને ખજૂરની ખેતી કરવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત પણ કર્યા છે. બાગયતી પાકની પસંદગી કરનાર ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી સબસિડી પણ આપવામાં આવે છે. સબસિડી મારફતે ખેડૂતો પ્રતિ હેક્ટર બે લાખ રૂપિયા સુધીનો ફાયદો થઈ રહ્યો છથે. તેનાથી ખેડૂતોની કમાણી વધી છે. અમરેલીમાં હાલ 50 હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂરની ખેતી થઈ રહી છે. સંજય ભાઈ જણાવે છે કે એવા સમયમાં જ્યારે મૌસમની અનિશ્ચિતતાના કારણે ખેડૂતો ખેતીથી દૂર થઈ રહ્યા છે, પરંતુ બાગાયતી પાકો માટે વરદાન સાબિત થઈ શકે છે અને તેનાથી તેમારી જિંદગી પણ સુધરી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news