જે વિસ્તારમાં કોરોનાના કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ થશેઃ જયંતિ રવિ
પાન-માવાના રસિકો માટે મહત્વના સમાચાર છે. રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું કે, જે વિસ્તારમાં વધુ કેસ સામે આવશે ત્યાં પાનના ગલ્લા બંધ થઈ શકે છે.
ચેતન પટેલ/સુરતઃ સુરત જિલ્લામાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે છે. ત્યાં તેમણે શહેરમાં કોરોનાની સ્થિતિને લઈને બેઠક યોજી હતી. આ સિવાય કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે કોવિડ હોસ્પિટલમાં વધારાના 1000 બેડની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન જયંતિ રવિએ એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યાં વધુ કેસ આવશે ત્યાં પાનના ગલ્લા બંધ થઈ શકે છે.
કેસ વધશે તો બંધ કરાશે પાનના ગલ્લા
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ સુરતમાં મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં જે વિસ્તારમાં કોરોના વાયરસના કેસ સતત વધશે તો પાનની દુકાનો બંધ કરવામાં આવશે. તેમનું આ નિવેદન સામે આવ્યા બાદ પાનના રસિકો પણ વિચારમાં પડી ગયા છે. અમુકે તો ફરીથી તેનો સ્ટોક કરવાની પણ શરૂઆત કરી દીધી છે. સુરતના કતારગામ, વરાછા, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં પાનના ગલ્લા બંધ થઈ શકે છે.
Corona Virus: છેલ્લા 24 કલાકમાં નવા 681 કેસ, 19 મૃત્યુ, કુલ કેસોની સંખ્યા 33,999
જયંતિ રવિએ સંબોધી પત્રકાર પરિષદ
પત્રકારો સાથે વાત કરતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલની સ્ટેમસેલ બિલ્ડીંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બિલ્ડીંગ ખાતાના અધિકારી આજે સુરત મુલાકાતે આવવાના છે જ્યાં તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. દરેક ઘરના લોકોને કોઈ સિમટમ્સ હોય તો ધન્વંતરી રથ તરફ લઈ જવામાં આવશે. જો કોઈને કોરોના અંગે શંકા હોય તો 104નો સંપર્ક કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ સાથે જયંતિ રવિએ લોકોને ઓકસિમિટર વસાવવાની પણ અપીલ કરી હતી. જેની કિંમત આસરે 600-700 રૂપિયા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube