જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: પંચમહાલથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલના શહેરામાં બિલ્ડરની બેદરકારીને કારણે માસુમનું મોત થયું છે. 8 વર્ષનું બાળક 10 ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થઈ હતું. દુર્ભાગ્યવશ પાણી ભરેલા ખાડામાં કલાકોની જહેમત બાદ બાળકનો મૃતદેહ બહાર કઢાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પંચમહાલના શહેરામાં 8 વર્ષનું બાળક ખાડામાં પડયુ હતું. લગભગ 10 ફૂટ કરતાં પણ વધારે ઊંડા ખાડામાં બાળક પડી ગયું હતું. જેના લઇને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અનિયાદ ચોકડી પાસે નિર્માણાધિન બિલ્ડિંગના પાછળ પાણી ભરેલા ખાડામાં બાળક ગરકાવ થયું હતું. જોકે કલાકોની જહેમત બાદ બાળકનો મૃતદેહ બહાર કઢાયો હતો. સ્થાનિક લોકો અને ખાનગી એકેડેમીની ડિઝાસ્ટર ટીમે બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.



બાળકને બચાવવા માટે રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક વોટર પમ્પ લગાવી ખાડામાંથી પાણી બહાર કાઢ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં ખુબ જ મોડું થઈ ગયું હતું અને 9 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો હતો. પાણી ભરેલા ખાડાના તળિયે કાદવ હતો, જેના કારણે બાળક કાદવમાં ફસાઈ ગયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે, અને તેના કારણે તેનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે 8 વર્ષનું બાળક રમતા રમતા ખાડામાં પડી ગયું હતું. પરંતુ બિલ્ડિરની બેદકકારીના કારણે ખાડાની ફરતે બેરિકેટ ના લગાવતા આ દુર્ઘટના બની હતી.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube