ઝી બ્યુરોપંચમહાલ: ગુજરાતમાં કોઈ કામ ભ્રષ્ટાચાર વગર થતું નથી કારણ કે ભ્રષ્ટાચારવાળું કામ થોડા સમયમાં જ પોતાનો અસલી ચહેરો બતાવી દે છે. પંચમહાલ જિલ્લામાં કરોડોના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરાયું હતું પરંતુ પહેલાં વરસાદમાં જ કામની પોલ ખુલી ગઈ. જુઓ વિકાસના નામે થયેલા ભ્રષ્ટાચારના બોલતા પુરાવાનો આ અહેવાલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના આ શહેરોમાં સેટલ થવું ગુજરાતીઓને પડી શકે છે ભારે! જ્યાં મોત છે એક રમત


  • ગુજરાતમાં વધુ એક કામમાં ભ્રષ્ટાચાર

  • એક જ વરસાદે ખોલી દીધી ભ્રષ્ટાચારની પોલ

  • પહેલા વરસાદમાં જ સત્ય આવી ગયું સામે

  • કરોડોના તળાવમાં પડી ગયા મસમોટા ગાબડા


ગુજરાતમાં થયેલા વધુ એક ભ્રષ્ટાચારના બોલતા પુરાવા, ભ્રષ્ટ અધિકારીઓની કાળી કમાણી, લાંચિયા અધિકારીઓની લાંચથી પરેશાન થયેલી પ્રજા. પંચમહાલ જિલ્લાના કાલોલમાં જ્યાં થોડા સમય પહેલા જ ચાર કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરાયું હતું પરંતુ પહેલો વરસાદ પડ્યો તેની સાથે જ તળાવના કિનારે કરેલી RCCની પાળો ધોવાઈ ગઈ. તળાવને કિનારે મોટા ગાબડા પડી ગયા.


વનવિભાગના મહિલા RFOએ લાજશરમ નેવે મૂકી, અશોભનીય વર્તનથી વનકર્મીઓ હેરાન પરેશાન


હાલ તળાવના કાંઠે જે પાઈપલાઈન નાંખવામાં આવી હતી તે પણ દબાઈ ગઈ છે. પહેલા વરસાદમાં જ કોન્ટ્રાક્ટરે કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે તે ફલિત થઈ રહ્યું છે. વધારે પાણીના નિકાલ માટે જે નાળા નાંખવામાં આવ્યા હતા તે પણ નીચે જતાં રહેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિક લોકોએ કામ કરનારા કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવાની માગણી કરી છે. 


પ્રજાના ટેક્સના પૈસાથી સરકાર અને સરકારની વહીવટી તંત્ર વિકાસ કરે છે. વિકાસના કામો કરી વાહવાહી મેળવવા પ્રયાસ તો કરે છે. પરંતુ જેને માત્ર પ્રજાના પૈસાનો વહીવટ કરવાની જવાબદારી સોંપાઈ છે તે તંત્ર એક કામ પણ સારી રીતે કરી નથી શક્તું. અધિકારી હોય કે પછી પદ્દાધિકારી બધાને કાળી કમાણી એટલી પ્રિય થઈ ગઈ છે કે, તેઓ તેના વગર એક પળ પણ રહી શકે તેમ નથી. 


કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ! 18 મહિનાના ડીએ એરિયર્સ પર આવ્યું નવું અપડેટ


ભ્રષ્ટાચારના રૂપિયા જો ન મળે તો તેઓ કંઈ પણ કરી શકે છે. કામ ગમે તેવું કરો તે ચાલે પણ પોતાના ખિસ્સામાં કાળી કમાણીના પૈસા આવવા જ જોઈએ. જોવાનું રહેશે કે પંચમહાલની આ ઘટના પછી ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં લેવાય છે?