જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલમાં હાલ શાંતિપૂર્વક રીતે મતદાન ચાલી રહ્યું છે. પંચમહાલના દરેક તાલુકામાં મતદાન માટે લાંબી લાઈનો લાગી છે. લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ, પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત 2 માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેને પગલે પોલીસ પણ દોડતી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મતદાન કરવા સમજાવાયા, પણ લોકો ન માન્યા 
પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત 2 માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. મતદાન શરૂ થયાના 4 કલાકથી વધુ સમય વીત્યા બાદ પણ મતદાન મથકમાં એક પણ વોટ પડ્યો નથી. નર્મદા ડેમના વિસ્થાપીતોને આ મથકમાં વસાવવામાં આવ્યા છે. સ્થાનિકોને એક પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહિ સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ મતદાન ન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ડીવાયએસપી પીઆઇ સહિતનો પોલીસ કાફલો સીઆરપીએફની ટુકડી અને મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, 1994 થી અહીં મધ્યપ્રદેશના વિસ્થાપીતો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે અધિકારિઓ દ્વારા સમજાવટના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. છેલ્લા એક કલાકથી અધિકારીઓ સ્થાનિકોને સમજાવી રહ્યાં છે. સમજાવટના તમામ પ્રયત્નો અત્યાર સુધી નિષ્ફળ રહ્યાં છે. 


આ પણ વાંચો : ‘હાર્દિક પટેલની કમનસીબી કે તેમના વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર નથી... એકપણ પાટીદારને ટિકિટ ન અપાવી શક્યા’


કલેક્ટર અને પોલીસ વડાએ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું 
પંચમહાલ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 11 માટેના તેલંગ હાઇસ્કુલ ખાતેના મતદાન મથકે તેઓએ પોતાનો મત આપ્યો છે. મતદારોની લાઇનમાં ઉભા રહીને અને કોવિડની એસઓપી ગાઈડલાઈન અનુસાર મતદાન કર્યું હતું. 


વ્હાઈટ ડ્રેસ પહેરીને આવ્યા મતદારો 
પંચમહાલમાં મતદાન માટે કેટલાક મતદારોએ અનોખો પ્રયાસ કર્યો હતો. હાલોલના દુનિયા પ્રાથમિક શાળા મતદાન બૂથમાં કેટલાક મતદારો વ્હાઈટ ડ્રેસ કોડમાં આવ્યા હતા. મતદારોને આકર્ષવા અને શાંતિપૂર્ણ માહોલમાં વધુમાં વધુ મતદાન થાય તે મેસેજ આપવા મતદારો વ્હાઇટ ડ્રેસ કોડમાં મતદાન કરવા આવ્યા હતા. મતદારોનું એક ગ્રુપે વ્હાઇટ ડ્રેસ કોડમાં પહોંચતા સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા. 8 થી 10 જેટલા મતદારો ડ્રેસ કોડમાં આવ્યા હતા. 


આ પણ વાંચો :હાર્દિક પટેલે કોને મત આપ્યો? જ્યાં મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી...


ગોધરામાં ભાજપના ઉમેદવારો વચ્ચે બોલાચાલી
ગોધરા નગરપાલિકાના વોર્ડ 11 માં ભાજપના ઉમેદવારો વચ્ચે જ શાબ્દિક બોલાચાલી થઈ હતી. વોર્ડ 11 માં ભાજપની પેનલના ઉમેદવારો વચ્ચે પેનલ તરફે મતદાન બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન ભાજપની પેનલના ઉમેદવારોના સમર્થકોએ મતદાતા કાપલીઓ ઉછાળી હતી.