હાર્દિક પટેલની કમનસીબી કે તેમના વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર નથી : તેજશ્રીબેન પટેલ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પક્ષથી નારાજ છે. પરંતુ આ વચ્ચે અમદાવાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ (gujarat congress) ને મત આપી શક્યા નથી. કારણ કે, હાર્દિક પટેલે (hardik patel) વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ છે. ત્યારે કોંગ્રેસને વોર્ડ નંબર 2 માં કોઈ ઉમેદવાર ન મળ્યા તેવુ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કર્યાં છે.   

Updated By: Feb 28, 2021, 12:23 PM IST
હાર્દિક પટેલની કમનસીબી કે તેમના વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર નથી : તેજશ્રીબેન પટેલ

ગૌરવ પટેલ/વિરમગામ :કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પક્ષથી નારાજ છે. પરંતુ આ વચ્ચે અમદાવાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ (gujarat congress) ને મત આપી શક્યા નથી. કારણ કે, હાર્દિક પટેલે (hardik patel) વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ છે. ત્યારે કોંગ્રેસને વોર્ડ નંબર 2 માં કોઈ ઉમેદવાર ન મળ્યા તેવુ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કર્યાં છે.   

હાર્દિક પટેલ પાટીદારને ટિકિટ ન અપાવી શક્યા 
હાર્દિક પટેલના મતદાન અંગે તેજશ્રીબેન પટેલે કહ્યું કે, કોંગ્રેસને વિરમગામમાં ઉમેદવાર નથી મળ્યા. હાર્દિક પટેલની કમનસીબી કે તેમના વોર્ડમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર નથી. હાર્દિક પટેલ સમાજની વાત કરે છે, ત્યારે એકપણ પાટીદારને ટિકિટ ના અપાવી શક્યા. વિરમગામ વિધાનસભામાં આવતી જિલ્લા પંચાયતની 8 બેઠકોમાંથી એકપણ પાટીદાર નથી. 

આ પણ વાંચો : હાર્દિક પટેલે કોને મત આપ્યો? જ્યાં મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી...

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા આવશે - તેજશ્રીબેન
અમદાવાદ પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે આજે વિરમગામના ધાકડી ગામે મતદાન કર્યું છે. તેમણે મતદાન બાદ કહ્યું કે, લોકશાહીમાં મતદાન પવિત્ર ધર્મ છે. રાજકારણ અંગે આલોચના કરવા કરતા  મતદાન કરવું જોઈએ. પ્રગતિ અને વિકાસની રાજનીતિ કરનારને મતદાન આપો. આ વખતે અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા આવશે. 

આ પણ વાંચો : રાણો રાણાની રીતે... એવુ ફેસબુક પર લખનાર ભાવનગરના યુવકને બે શખ્સોએ રહેંસી નાંખ્યો

હાર્દિક પટેલ કોંગ્રેસને વોટ ન આપી શક્યા 
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે પોતાના હોમટાઉન વિરમગામ (viramgam) માં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. અમદાવાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ (gujarat congress) ને મત ના આપી શક્યા. હાર્દિક પટેલે વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ છે. અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું. તો સાથે જ વિરમગામમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની વર્ષોની પરંપરા છે તેવુ પણ તેમણે કહ્યું. હાર્દિક પટેલે જણાવ્યું કે, સૌ લોકો પોતાના મતનો ઉપયોગ કરે. દિવસેને દિવસે મતદાન ઘટી રહ્યું છે. તેથી લોકો જાગૃતિ લાવે. સમયસર વોટ આપીને ગુજરાતીઓની વિનંતી છે કે, તેઓ લોકશાહીને મજબૂત કરે. વિરમગામાં સ્વભાવિક રીતે અપક્ષ ઉમેદવાર લડતા હોય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જે પણ ઉમેદવાર છે, તે કોંગ્રેસ પ્રેરિત છે. કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ વિરમગામ માટે લડશે. વિરમગામ માત્ર ગામ નથી, પણ ઐતિહાસિક સ્થળ છે. અહી અનેક એવા સ્થળો આવે છે. તમામ મુદ્દાઓને લઈને સારુ કામ કરીશું. ભાજપ કરતા સારું કામ કરીને જનતાને ગમે તેવા ઉમેદવારો પસંદ કરીશું. વિરગામમાં કોંગ્રેસ હંમેશા અપક્ષ ઉમેદવારોને ટેકો આપતું હોય છે.