જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ મોટી કાર્યવાહી કરીને કાલોલ તાલુકાની ઘૂસરની ગોમા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન પકડી પાડ્યુ છે. દરોડા પાડીને ગેરકાયદેસર રેતી ખનન કરતા 16 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે. વહેલી સવારે અચાનક ટીમો ત્રાટકતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. અંદાજીત 80 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નદીમાં ખનન કરતા માફિયાઓ પોલીસ અને ખાણ ખનીજની ટીમોને જોતા જ ટ્રેક્ટરો મૂકી ભાગ્યા હતા. જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરોડામાં કેટલાક ટ્રેક્ટરો ઊંધા પડી ગયા હતા. ઝડપાયેલા તમામ ટ્રેક્ટરોને વેજલપુર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. 


ઉલ્લેખનીય છે કે, ગોમા નદીમાં બેફામપણે ખનન માફિયાઓ ખનન કરે છે. આજે દરોડામાં પકડાયા મોટાભાગના ટ્રેક્ટરો રજિસ્ટ્રેશન નંબર વગરના હતા. જેનો ઉપયોગ ગેરકાયદેસર ખનના માટે ઉપયોગ કરાયો હતો. જેથી પકડાઈ ન જવાય. 


ઉલ્લેખનીય છે કે, રાજ્યમા મોટાપાયે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચાલે છે. જેમા રાજ્યની સંપત્તિ લૂંટાઈ રહી છે. રાજ્યની કિંમતી ખનીજ રેતી, માટી, બોક્સાઈટ, કાચો કોલસો, સીરેમિક, કાચો ચૂનો સહિત કરોડો રૂપિયાની બેરોકટોક ચોરી ચાલી રહી છે. રાજ્યમાં આ મામલે અનેક ફરિયાદો થાય છે. તેમ છતા ખનન માફિયા બેરોકટોક કામગીરી કરતા હોય છે.