જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: ઘરેલું એલપીજી ગેસ નું ગેરકાયદેસર રિફીલિંગ કરવાના કૌભાંડનો પંચમહાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. આખરે ગેસ રિફીલિંગનું આ કૌભાંડ કોણ ચલાવી રહ્યું હતું અને કેવી રીતે ચાલતું હતું સમગ્ર રેકેટ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં ટાંટિયાખેંચ ચાલુ! શક્તિસિંહના પદગ્રહણ સામે ભરતસિંહ સોલંકીનો ધ્વજારોહણ...


આ વિશે મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જીલ્લાના કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનઅધિકૃત રીતે LPG ગેસ રીફીલીંગ કરતા બે આરોપીઓને એસઓજી પોલીસે કુલ રૂા.40,900/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગેસ રિફીલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. 


મહિલા સાથે શરીરસુખ માણવાની લાયમાં હવસખોર પાડોશીએ હટાવી તમામ હદ! એક બ્લેડના કારણે કેસ


એસઓજી પોલીસને બાતમી મળી હતી કે કાલોલ ના રબ્બાની મસ્જીદ પાસે તળાવવાળા રોડ ઉપર લવારની ચાલી પાસે એક દુકાનમા ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે. જે અંગે ટીમ બનાવી રેડ કરતા પોલીસે એલપીજી બોટલ માંથી રિફીલિંગ કરતા 02 ઇસમો (1)હર્ષદકુમાર કનૈયાલાલ પરીખ તથા (2)ઇકબાલ મહમદઅયાઝ શેખ ને રૂા.40,900/- ની કિંમતના 22 નંગ એલપીજી બોટલના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


લોકોની દર્દનાક વેદના સાંભળી સમસમી ગયા ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ, જુઓ તસવીરોમાં....