પંચમહાલઃ પંચમહાલના પરોલી પાસે ગંભીર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે. બાઇક ઝાડ સાથે અથડાતા બાઇક પર સવાર ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં એક મોરનું પણ મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત જાણકારી પ્રમાણે પંચમહાલના પરોલી ગામ પાસે બાઇક પર માતા, પુત્ર અને ભાણેજ જઈ રહ્યાં  હતા. આ સમયે રસ્તા પર એક મોર આડો ઉતર્યો હતો. બાઇચ ચાલકે બ્રેક મારતા બાઇક પર કાબુ ગુમાવ્યો અને બાઇક ઝાડ સાથે અથડાઇ હતી. બાઇક ધડાકાભેર ઝાડની સાથે ટકરાતા ઘટનાસ્થળે જ ત્રણ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. એક મોરનું પણ મોત થયું છે. 


આ ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ 108ને જાણ કરી હતી. પરંતુ અકસ્માત ગંભીર હતો કે ત્રણેયના ઘટનાસ્થળે મોત થયા હતા. આ ઘટનાની જામ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપ્યા છે. આ ત્રણેય મૃતકો હાલોલ તાલુકાના ઇટવાડી ગામના રહેવાસી છે.