પોતાના જ કારીગરોને 10થી 15 ટકાનાં ભાવે વ્યાજે પૈસા! કોન્ટ્રાક્ટર જ વ્યાજખોર નીકળ્યો
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેદવાડ દરગાહ પાસે રહેતો દીપક ઢીવરે શહેરના વિવિધ સોસાયટી સહિત મોટી હોટલો માં હાઉસ કીપિંગ નો કોન્ટ્રાક્ટ ધરાવે છે. દિપક પાસે અનેક કારીગરો હાઉસ કીપિંગ નું કામ કરી રહ્યા છે.
પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરા પોલીસે વ્યાજખોર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. આરોપી હાઉસ કીપિંગ પર કામે રાખેલા કારીગરોને 10 થી 15%ના ભાવે વ્યાજે પૈસા આપી તેમનું શોષણ કરતો હતો. સાથે જ આરોપીઓને પગાર થવાની સાથે જ પગારમાંથી વ્યાજના ભાગરૂપે પૈસા કાપી લેતો હતો. આખરે પાંડેસરા પોલીસને અરજી મળતા જ પોલીસે તાત્કાલિક તપાસ કરી આરોપી વ્યાજખોર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દારૂ અને ડ્રગ્સમાં વાહન પકડાશે તો ગુજરાત સરકાર કરી નાંખશે હરાજી, બહાર પાડ્યો વટહૂકમ
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેદવાડ દરગાહ પાસે રહેતો દીપક ઢીવરે શહેરના વિવિધ સોસાયટી સહિત મોટી હોટલો માં હાઉસ કીપિંગ નો કોન્ટ્રાક્ટ ધરાવે છે. દિપક પાસે અનેક કારીગરો હાઉસ કીપિંગ નું કામ કરી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના કામ કરતા કારીગરોને પૈસા ની જરૂરિયાત હોવાથી આરોપી કોન્ટ્રાક્ટર ઉપાડ કે એડવાન્સ નહીં આપતો. પરંતુ તેમને 10 થી 15% ના ભાવે વ્યાજે પૈસા આપતો હતો. વ્યાજે પૈસા આપતી વખતે આરોપી કોન્ટ્રાક્ટર દીપક લોકોની ઘરની ફાઈલ પોતાની પાસે રાખી લેતો હતો. આરોપી દિપક કારીગરોને પગાર આપતી વખતે વ્યાજના ભાગરૂપે પૈસા કાપી બાકીના નીકળતા પૈસા આપતો. એટલું જ નહીં જે લોકો પૈસા આપવા માટે અનાકાની કરતા તેમને ધાક ધમકી આપી ઉઘરાણી કરતો હતો.
ગુજરાતમાં શિક્ષક સહાયકોની ભરતીના નિયમો જાહેર, 20 ટકા ઉમેદવારોનું બનશે વેઈટિંગ લિસ્ટ
સમગ્ર મામલે પાંડેસરામાં રહેતી જ મહિલાએ આખરે વ્યાજખોર કોન્ટ્રાક્ટર દિપક થી કંટાળીને પાંડેસરા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પાંડેસરા પોલીસે મહિલાની અરજી લઈ વ્યાજખોર કોન્ટ્રાક્ટર દીપકના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડતા જ વ્યાજખોર દીપક ના ઘરમાંથી અલગ અલગ ઘરની ફાઈલો સહિત દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાત મંદ લોકોનો ફાયદો ઉઠાવી તેમને ૧૦ થી ૧૫ ટકાના ભાવે વ્યાજે પૈસા આપતો હતો. અને પૈસા આપવાના બદલામાં લોકોની ઘરની ફાઈલ તેની પાસે રાખી લેતો હતો. એટલું જ નહીં આરોપી જે લોકો વ્યાજ ચૂકવી નહીં શકતા તેમને નહીંતર રકમ ચૂકવી તેમનું ઘર પચાવી પાડતો હતો. પાંડેસરા પોલીસને આરોપીના ઘર માંથી આવી ચાર ફાઈલો મળી આવી છે. આરોપીએ નહીંતર રકમ ચૂકવી 2008 થી અત્યાર સુધી 4 લોકોના ઘર પચાવી પાડ્યા છે.
PMનું સપનું થશે સાકાર! 1200 કરોડના ખર્ચે અંબાજીની થશે કાયાપલટ, માસ્ટર પ્લાન તૈયાર
હાલ તો સુરત શહેર પોલીસ આવા વ્યાજ કરો સામે શહેરભરમાં ઝુંબેશ ચલાવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો લાભ ઉઠાવી તેમને વધુ ટકા ભાવે પૈસા આપી પઠાની ઉઘરાણી કરનાર અનેક આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. પાંડેસર પોલીસે વધુ એક વ્યાજખોર આરોપીની ધરપકડ કરી છે.પોલીસે આરોપી દીપક ઢીવરે વિરુદ્ધ ચાર જેટલા ગુના નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.
હવે કચ્છ અને ઉનામાં પણ સંભળાશે સિંહની ગર્જના, ગુજરાતમાં વધુ બે લાયન સફારીને મંજૂરી