અમદાવાદ : સ્વાદના રસિયાઓની ફેવરિટ પાણીપૂરી પર આખા ગુજરાતમાં પ્રતિબંધ મુકાઈ જાય એવા સંજોગો ઉભા થયા છે. હાલમાં વડોદરામાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યા બાદ શહેરમાં પાણીપૂરીની લારીઓ પર તંત્રએ લાલ આંખ કરી છે. હવે આ સંજોગોમાં ચર્ચા ચાલી છે કે આગામી દિવસોમાં બીજા શહેરોમાં પણ વડોદરાની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે આશયથી પાણીપૂરીની લારીઓ બંધ કરાવવામાં આવી શકે છે. અમદાવાદમાં પણ પાણીપૂરી વેચનારાઓ સામે કડક કાર્યવાહી શરુ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ પ્રમાણે પાણીપૂરીની પૂરી તળવાનું કામકાજ મોટાભાગે ચાલી તેમજ ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં જ થતું હોય છે. અહીં સ્વચ્છતાના કોઈ જ ધારાધોરણ પાળવામાં આવતા નથી. આ સિવાય એકના એક જ તેલમાં પૂરી તળવામાં આવે છે. આવી પૂરી ખાવાથી પેટના રોગો થઈ શકે છે.


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

પાણીપૂરીને તીખી બનાવવા માટે કેટલાય ફેરિયાઓ તેમાં જોખમી કેમિકલ નાખતા હોય છે. થોડા સમય પહેલા જ અમદાવાદમાં પાણીપૂરીના પાણીમાં ટોઈલેટ ક્લીનર નાખનારા એક પકોડીવાળાને કોર્ટે સજા પણ ફટકારી હતી. ચોમાસાના આ માહોલમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે ગુજરાતના તમામ મોટા શહેરોમાં દરોડા પાડી લોકોના સ્વાસ્થ્યને નુક્સાન પહોંચે તેવી પાણીપૂરી વેચતા ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.