Ahmedabad: સરખેજ બાવળા હાઇ વે પર અજાણ્યા વાહનની ટકકરે દિપડાનુ મોત

સનાથલ બ્રિજ પાસે કોઈ ભારે વાહનની અડફેટે દીપડાનું મોત નીપજ્યું હોવાનું આસપાસના લોકોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, હજી 15 દિવસ પહેલાં વસ્ત્રાલમાં દીપડો દેખાયો હોવાની વાતો વહેતી થઈ હતી.
અમદાવાદ: સરખેજ-ગાંધીનગર હાઈવે પર સનાથલ ક્રોસ રોડ પર રવિવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે રસ્તા પર દીપડો ઢળી પડ્યો હોવાનું જોતાં જ રાહદારીઓ અને વાહનચાલકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું.
સનાથલ બ્રિજ પાસે કોઈ ભારે વાહનની અડફેટે દીપડાનું મોત નીપજ્યું હોવાનું આસપાસના લોકોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, હજી 15 દિવસ પહેલાં વસ્ત્રાલમાં દીપડો દેખાયો હોવાની વાતો વહેતી થઈ હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ વસ્ત્રાલ ખાતે પણ દીપડો દેખાયા હોવાની ચર્ચાઓ ઉઠી હતી. જોકે તે ઝરખ હોવાનો બાદમા ખુલાસો થયો હતો. આ અગાઉ વર્ષ 2018માં સચિવાલયના પરિસરમાં પણ દીપડો જોવા મળ્યો હતો.
બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube