ઝી મીડિયા/બ્યૂરો :AAPના નેતા યુવરાજસિંહ દ્વારા ગુજરાતની વિવિધ સરકારી નોકરી (government job) માં ચાલતા કૌભાંડોનો પર્દાફાશ કરવામાં આવી રહયો છે. ત્યારે યુવરાજસિંહ (yuvraj sinh) દ્વારા ગઈકાલે વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયો હતો. તેમણે છેલ્લાં ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જણાવ્યું. પરંતુ યુવા નેતા યુવરાજસિંહ આટલેથી અટક્યા નથી. આજે યુવરાજ સિંહે એક ટ્વીટ કરી છે, જેનાથી સરકારની પેટમાં ફાળ પડી છે. આ ટ્વીટ બાદથી સોશિયલ મીડિયા પર #વ્યાપમ_નહીં_મહા_વ્યાપક હેશટેગ સાથે અભિયાન શરૂ થયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવરાજે લખ્યું, પિક્ચર અભી બાકી હૈ...
યુવરાજસિંહ આજે ટ્વીટ કરી છે કે, ‘પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. #વ્યાપમ_નહીં_મહા_વ્યાપક’ આ ડાયલોગ લખી યુવરાજે સાંકેતિક ઈશારો કર્યાની ચર્ચા ચારેકોર ફેલાઈ છે. ત્યારે યુવરાજસિંહ કૌભાંડ મામલે વધુ ખુલાસો કરે તેવી શક્યતા છે. 


આ પણ વાંચો : માંગો ત્યારે હરણનું માંસ મળી જશે... બહુમુલા ચોસિંગા હરણની તસ્કરીનો થયો પર્દાફાશ


#વ્યાપમ_નહીં_મહા_વ્યાપક
#વ્યાપમ_નહીં_મહા_વ્યાપક નામથી સોશિયલ મીડિયા પર નવું કેમ્પન પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અનેક લોકો કૌભાંડો પર સવાલ કરી રહ્યાં છે. 


યુવરાજનો આરોપ, હર્ષદ નાઈ અને અવધેશ પટેલ કૌભાંડમાં સામેલ
ઉર્જા વિભાગની ભરતી કૌભાંડના આક્ષેપ પર તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કૌભાંડમાં શિક્ષક અરવિંદ પટેલનો પૂછપરછ બાદ છૂટકારો થયો છે. તો કથિત આરોપી અવધેશ પટેલ અને હર્ષદ નાઈએ પણ યુવરાજસિંહના આક્ષેપ ફગાવ્યા છે. હર્ષદ નાઈ કૌભાંડમાં સામેલ હોવાનો યુવરાજે આરોપ લગાવ્યો છે. હિંમતનગરના હડિયોલ ગામમાં રહેતો હર્ષદ નાઈ નાઈટ CRCના હોદ્દા પર કામ કરે છે. હર્ષદ નાઈએ યુવરાજના તમામ આક્ષેપોને ફગાવ્યા છે. તેણે કહ્યું કે, હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું.


મારી કોલ ડિટેઈલ કઢાવી જુઓ - અવધેશ પટેલ
તો આરોપી અવધેશ પટેલે તમામ આરોપોને ફગાવ્યા છે. યુવરાજસિંહે અવધેશ પટેલ પર પણ આરોપ લગાવ્યો છે. અવધેશ પટેલે કહ્યું કે, હું યુવરાજ સામે બદનક્ષીનો દાવો કરીશ. હું ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છું. જેના નામ આવ્યા તેમાથી કોઈને નથી ઓળખતો. મારા પરિવારમાંથી કોઈ નોકરી નથી કરતું. મારી કોલ ડિટેઈલ કઢાવી જુઓ.