ગૌરવ દવે/રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમય થી રાજકીય અખાડો બની છે. પેપર લીકકાંડમાં ભાજપના જ પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુકલે કાર્યકારી કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણી સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. જોકે આજે ફરી એક વખત પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. ક્લાધર આર્યએ કાર્યકારી કુલપતિ ''''''''ભાઈ''''''''ગીરી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રીલાયન્સના પરિમલ નથવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેમ કરવી પડી વિનંતી, જાણો શું છે કેસ


પ્રો. ગિરીશ ભીમાણી સામે ગેરકાયદેસર કોલેજોને મંજૂરી, રૂપિયાની માંગણી કરવી, LICમાં પોતાના જ માણસો મૂકી મંજૂરી સહિતના આરોપો લગાવ્યા છે. માત્ર એક અરજીની તપાસ કર્યા વગર જ પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. ક્લાધર આર્યનું સિન્ડિકેટ સભ્યનું પદ છીનવી લેવામાં આવ્યું એટલું જ નહીં અરજી કરનાર વ્યક્તિ વાસ્તવમાં છે જ નહીં તેવા આરોપો લગાવ્યા છે. 


ગુજરાતના ધારાસભ્યોની દાદાગીરી: નોટિસ છતાં ક્વાર્ટર ખાલી ન કરતાં આજે તાળા તોડી કબજો


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાનું ધામ રાજકીય અખાડો બની છે. પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લાની કોલેજ સામે પેપર લીકકાંડના આરોપો બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે હવે પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડોક્ટર કલાકાર આર્ય મેદાને આવ્યા છે. ક્લાધર આર્ય દ્વારા કાર્યકારી કુલપતિ પ્રોફેસર ગીરીશ ભીમાણી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ક્લાધર આર્યે જણાવ્યું હતું કે, જામ-જોધપુરના આંબરડી ગામના નંદાભાઈ કડમૂલ નામના વ્યક્તિએ ક્લાધર આર્ય જેતે વિષયમાં પારંગત ન હોવા છતાં તબલા બોર્ડના સભ્ય અને સિન્ડિકેટ હોવાની અરજી કરી હતી. જેને આધારે કાર્યકારી કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ પગલાં લઈ સિન્ડિકેટ પદે થી હટાવવામાં આવ્યો હતો. જાત તપાસ કરતા નંદાભાઈ કડમૂલ નામના કોઈ વ્યક્તિ જ ન હોવાનો ખુલાસો થયો હોવાનો દાવો કર્યો છે. 


ઓ બાપ રે! હવે છોકરીઓ નહીં છોકરાઓ પણ નથી સુરક્ષિત, 5 છોકરાઓએ સગીર પર કર્યો રેપ


પ્રો. ગિરીશ ભીમાણીએ તરકત રચ્યું અને ખોટી રીતે મારૂં પદ છીનવી લીધું હોવાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં તેણે જણાવ્યું હતું કે, જામ-જોધપુર તાલુકામાં આંબરડી નામના 5 ગામ છે...જ્યાંની મતદાર યાદી કઢાવી અને જાતે તપાસ કરી...હું રૂબરૂ જઈને પણ નરેન્દ્ર પી. કરમુર નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. તેને કોઈ જ આવી અરજી કરી ન હોવાનું સ્વીકાર્યું હતું અને એ વ્યક્તિએ મને રૂ. 100ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરી આપ્યું છે. આ સોગંદનામામાં મેં કોઈ જ અરજી કરી નથી તેવું નોટરી કરી આપ્યું હોવાનો દાવો કર્યો છે. 


કાદવનો કળશ છલકાયો, સુરતની આખી સોસાયટીમા જમીનમાંથી કાદવના ફુંવારા ઉડ્યા


એટલું જ નહીં પૂર્વ સિન્ડિકેટ સભ્ય ક્લાધર આર્યના આરોપો લગાવ્યો હતો કે, કાર્યકારી કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ 22 કોલેજોની LICની પ્રક્રિયા 1 જ વ્યક્તિને સોંપવામાં આવી હતી. ધારીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કૌભાંડનો કર્યો ઉલ્લેખ હતો. વિશ્વ ભાષા અને સાહિત્ય ભવન - રાજકોટના ટ્રસ્ટના નામે કૌભાંડ કર્યું હતું. ઝી 24 કલાકે કર્યો હતો પર્દાફાશ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માત્ર કરવામાં આવ્યું તપાસના નામે નાટક કરી રહ્યું છે. IPC 420, 419, 409, 120 B સહિતની કલમો હેઠળ હું કાયદેસર કાર્યવાહી કરીશ. લીગલ અભિપ્રાય લઈ ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણી અને રજિસ્ટ્રાર અમિત પારેખ સામે કાયદેસર કાર્યવાહી કરીશ..


VIDEO: ટેરેસ પર છોકરી છોકરો કરી રહ્યા હતા આ કામ, મમ્મી એ આવીને ખેલ બગાડ્યો, પછી...'


તો બીજી તરફ ડો. ક્લાધર આર્યના આરોપોને કાર્યકારી કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ ફગાવ્યા હતા. ગિરીશ ભીમાણીએ કહ્યું હતું કે, ''''''''ભાઈ''''''''ગીરી શબ્દનો ઉપયોગ તે તેમનો વિચાર.અરજી કરનાર વ્યક્તિનું પણ જરૂર પડશે તો નિવેદન લેવામાં આવશે. ગેરકાયદેસર કોલેજોને મંજૂરી આપવાના આરોપમાં કહ્યું, યુનિવર્સિટીના નિયમો મુજબ જ મંજૂરી આપવામાં આવી છે. 22 કોલેજોની LICમાં એક જ વ્યક્તિ ગયા તે મુદ્દે કહ્યું, કોઈ સભ્ય જવા તૈયાત ન હોય તો જેને જવાબદારી આપી તેને નિયમ મુજબ LIC કરી છે. રૂપિયા કટકટાવવા મામલે કહ્યું, એ કોઈ પણ આરોપ લગાવી શકે છે. ધારી કોલેજ કૌભાંડ મામલે તપાસ કમિટી કામ કરી રહી છે, સિન્ડિકેટ બેઠકમાં પણ આ અંગે તપાસ કમિટીની વાત કરી રહી છે. તપાસ કમિટીમાં બે અધિકારીઓની નિમણુંક કરાઈ છે. તપાસ અહેવાલ આપ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે. 5 એકર જમીનનો નિયમ મુજબ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.


આ સુહાગરાતનો VIDEO તમે જોયો કે નહીં! એક ભૂલથી દુનિયા સામે શરમમાં મૂકાયા વર-વધૂ!


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવારનવાર વિભાગમાં આવી રહી છે તેની પાછળ રાજકીય પરિબળો પણ એટલા જ જવાબદાર છે. શિક્ષણનું ધામ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે એ ગ્રેડ ગુમાવી અને બી ગ્રેડ યુનિવર્સિટી બને છે. જો રાજકીય દાવ પેચ ખેલવાનું બંધ નહીં થાય તો વિદ્યાર્થીઓ ના ભાવિ સામે સવાલ ઉઠશે ત્યારે ઉચ્ચ શિક્ષણ વિભાગ આ અંગે કોઈ નક્કર પગલાં લે તે પણ એટલું જ જરૂરી છે.