અતુલ તિવારી/અમદાવાદ :HSC માર્ચ 2020 વિજ્ઞાન પરીક્ષા અંતર્ગત ઉત્તરવહી અવલોકન શરૂ કરાયું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી સાઉથ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઉત્તરવહી અવલોકન પ્રક્રિયા શરૂ કરાઈ છે. 19 જુલાઈ સુધી ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયા ચાલશે. 7 જિલ્લાના 6500 જેટલા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીએ ઉત્તરવહી અવલોકન માટે ફોર્મ ભર્યા છે. આ માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લીના વિદ્યાર્થીઓને અલગ અલગ દિવસે બોલાવવામાં આવ્યા છે. ઉત્તરવહી અવલોકનમાં વિદ્યાર્થીઓ પોતાના ગુણની ચકાસણી કરી શકે છે. ટોટલમાં ભૂલ સુધરી શકે, કોઈ પ્રશ્ન ચકાસવાનું રહી ગયું હોય તો તે ચકાસી શકાય, ઉત્તરવહીમાં અંદર માર્ક આપ્યા હોય બહાર રહી ગયા હોય તો તે સુધારી શકાય છે. 


સુરત : અંતિમવિધિનો વિવાદ વકરતા સ્મશાન ગૃહની બહાર ચોકી પહેરો ગોઠવાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાથી બચવા બાઉન્સર મૂકાયા


વિદ્યાર્થીને મૂંઝવણ હોય તો વર્ગદીઠ બે વિષય નિષ્ણાંત પણ હાજર રાખવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને કારણે 24 જેટલા બાઉન્સર મુકવામાં આવ્યા છે. મુખ્ય ગેટ તેમજ તમામ મુખ્ય પોઇન્ટ પર બાઉન્સર અને શિક્ષકોને મુકવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય, તેમજ સૌ કોઈ માસ્ક પહેરે તેની ખાસ તકેદારી રખાઈ છે. સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય એટલે મુખ્ય ગેટથી ઉત્તરવહી અવલોકન માટે એક વિદ્યાર્થી સાથે એક વાલીને પ્રવેશ આપવામાં આવે છે. વિદ્યાર્થી અને વાલીને બોર્ડ તરફથી ફાળવવામાં આવેલા સમય મુજબ વિદ્યાર્થી પ્રવેશે છે, ત્યારબાદ વિદ્યાર્થીને કયા બેઠકરૂમમાં, કયા કલાસમાં બેસવાનું છે તેને અલગ અલગ કલર કોડ મુજબ પ્રવેશ આપવામાં આવે છે. 


વડોદરાના ચોંકાવનારા ખબર, કોરોનાના દર્દી માટે 34 હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી


ઉત્તરવહી ચકાસ્યા બાદ તમામ બેન્ચનું સેનેટાઇઝેશન


તમામ વિદ્યાર્થીઓને ઉત્તરવહી અવલોકન અંગેની સમજ અપાયા બાદ વિદ્યાર્થીઓને તેમના વર્ગમાં, બેઠક પર લઈ જવા એક શિક્ષકની નિમણૂક કરાઈ છે. વિદ્યાર્થી અને તેના વાલી જ્યાં બેસે અને પછી ઉભા થાય ત્યારબાદ તમામ ખુરશીઓ સેનેટાઇઝ કરવામાં આવી રહી છે. વર્ગખંડમાં પણ ઉત્તરવહી ચકાસી લીધા બાદ તમામ બેન્ચ સેનેટાઇઝ કરાઈ રહી છે. એક સાથે 160 વિદ્યાર્થીઓ અને 160 વાલીઓ એમ કુલ 320 લોકોને પ્રવેશ અપાઈ રહ્યો છે. એક વર્ગખંડમાં 10 વિદ્યાર્થી અને 10 વાલીઓ એમ કુલ 20 લોકોને જ પ્રવેશ મળે છે. એક ફ્લોર પર 4 વર્ગખંડ ઉત્તરવહી ચકાસણી માટે રાખવામાં આવ્યા છે. એક ફ્લોર પર 40 વિદ્યાર્થી અને 40 વાલીઓ એમ કુલ 80 લોકોને પ્રવેશ અપાય છે. એક ફ્લોર પર 80 એવા 4 ફ્લોર પર 320 લોકોને એક સમયે ઉત્તરવહી ચકાસણી માટે પ્રવેશ મળે છે. એક દિવસમાં 1200 જેટલા વિદ્યાર્થીઓને ઉત્તરવહી ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે. બે બેન્ચ વચ્ચે એક બેન્ચ ખાલી રાખી સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર