નવી દિલ્હી : ગુજરાતમાં હાલમાં જેનો આદિવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવા પાર તાપી નર્મદા રિવરલિંક યોજના આખરે સ્થગિત કરવામાં આવી છે. મોદી સરકારનાં બીજા નંબરના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ યોજનાને હાલ વિરોધ જોતા સ્થગિત કરવાનો વારો આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ખેડૂતો અંગેના કાયદા બાદ આ બીજા ડ્રીમ પ્રોજેક્ટ સમાન યોજના આદિવાસીઓના ભારે વિરોધ વચ્ચે આખરે સ્થગિત કરવામાં આવી હતી. નવી દિલ્હી ખાતે આયોજીત ઉચ્ચ સ્તરીય બેઠકમાં આદિવાસી વિસ્તારના સાંસદો, ધારાસભ્યો અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમન અને કેન્દ્રીય સિંચાઇમંત્રી ગજેન્દ્ર શેખાવત પણ હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધંધામાં નુકસાન જતા પતિએ પત્નીને કહ્યું મારો ધંધો તો ફ્લોપ ગયો હવે ધંધો તારે કરવાનો છે અને...


આ બેઠકના અંતે નિર્ણય લેવામાં આવ્યો હતોકે, ગુજરાત પુરતી આ યોજનાને સ્થગિત કરવામાં આવી છે. બેઠકમાં આ યોજનાને કારણે ગુજરાતના આદિવાસીઓની સ્થિતિ અને તેમની ચિંતા અંગે કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠકનું આયોજીત થઇ હતી. જેમાં ગુજરાતના આદિવાસી બેલ્ટનાં સાંસદો, ધારાસભ્યો અને સી.આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આગામી વિધાનસભા ચૂંટણી અને આદિવાસીઓની ચિંતા અંગે તેમને અવગત કરાવ્યા હતા. જેથી આ ડ્રીમ પ્રોજેક્ટને ગુજરાતમાં સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. 


GUJARAT CORONA UPDATE: 8 નવા કેસ, 33 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


અત્રે ઉલ્લેખનીય છે કે, બેઠક બાદ ભાજપ દ્વારા આ યોજના સ્થગિત કરવામાં આવી હોવાની જાણ કરવામાં આવી હતી. બેઠકમાં આ યોજનાના કારણે ગુજરાતના આદિવાસીઓની સ્થિતિ અંગે કેન્દ્રને જાણ કરવામાં આવી અને હંમેશા નાગરિકોની ચિંતા કરતી સરકારે તત્કાલ આ યોજના સ્થગિત કરવા માટે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે આ યોજના ગુજરાત માટે કરી સ્થગિત કરી છે. જો કે સમગ્ર મામલે ભાજપના પક્ષ પ્રમુખ સી.આર પાટીલ અને ગણપત વસાવાએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube