તેજશ મોદી/સુરત :સુરતના ડુમ્મસ બીચ પર ભૂત હોવાની વાતો ફરીથી વહેતી થઈ છે. આમ તો અનેક લોકોને અહી ભૂત હોવાનો અહેસાસ થયો છે. પરંતુ હવે બીચ પર 10 ફૂટ ઊંચી જીન જેવી ભયાનક આકૃતિ દેખાઈ છે. આ વીડિયો જોતજાતામાં જ વાયરલ થઈ ગયો છે. કારમાં જઈ રહેલા બે લોકોને જીન જેવી મહાકાય આકૃતિ ચાલતી જતી નજરે ચઢી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તેનાથી ભૂતિયો બીચ તરીકે ઓળખાતો ડુમ્મસ બીચ ફરીથી ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બે વ્યક્તિ કારમાં જઈ રહી છે, આ દરમિયાન ડુમ્મસ જતા પહેલા ચેક પોસ્ટ ઉપર 8થી 10 ફૂટના પડછાયા જેવું દેખાઈ રહ્યો છે. કારમાં જઈ રહેલી બે વ્યક્તિ તેનો પીછો કરી રહી છે. જો કે, ઝી 24 કલાક આ વીડિયોની કોઈ પુષ્ટિ કરતું નથી.


કચ્છના માતાના મઢે નવરાત્રિએ લાખો ભક્તો શિશ ઝૂકવે છે, આજે પણ માતાની મૂર્તિ અધૂરી છે


સ્થાનિક લોકોના અનુસાર, કહેવાય છે કે વર્ષો પહેલા આ બીચનો ઉપયોગ સ્મશાન તરીકે કરાતો હતો. જેથી આજે પણ અહી પ્રેત આત્માઓ ભટકતી રહે છે. આ કારણે રાત્રે અહી બીચનો રંગ કાળા રંગનો થઈ જાય છે. રાતના સમયે અહી કૂતરાઓનો સ્વભાવ બદલાઈ જાય છે. તેઓ પણ અજીબોગરીબ અવાજ કાઢવા લાગે છે. આ જ કારણે સુરતના ડુમસ બીચનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે. દેશ દુનિયાના અનેક લોકો આ ડરાવના બીચને જોવા માટે આવે છે. તો રાતના સમયે બીચની આસપાસ કોઈ ભટકતુ નથી. ક્યારેક પેટ્રોલિંગ કરતા પોલીસ કર્મચારીઓને પણ અનેકવાર ભૂતના અનુભવો થયા હોવાનું કહેવાય છે.