રોજગારીને લઈને રૂપાલાનું મોટું નિવેદન, `પહેલાં દલાલો નોકરીના ઓર્ડર આપતા અને હવે PM બટન દબાવે....`
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય સહિતના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોતમ રૂપાલાએ રાહત પેકેજને લઈને નિવેદન આપ્યું હતું.
દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટ રેલવે ઝોન દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં 25 યુવાનો ને મળી રેલવેમાં નોકરીની તક મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલી રોજગાર મેળામાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય સહિતના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોતમ રૂપાલાએ રાહત પેકેજને લઈને નિવેદન આપ્યું હતું.
તેજાબી ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર: જાણો કોણ છે? કેમ કરાઈ હતી ધરપકડ
પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, પહેલા તો ભરતી બહાર પડે ત્યારે નોકરીના ઈન્ટરવ્યૂ આવતા હતા, ફોર્મ ભર્યા પછી અધિકારીઓના સહી-સિક્કા માટે ઘણા ધક્કા ખાવા પડતા હતા. પછી ફોર્મ ભર્યા પછી ફોર્મ સમયસર પહોંચશે કે નહીં એનું ટેન્શન રહેતું હતું. કેટલી મહેનતે ઈન્ટરવ્યૂ આપી દીધું હોય તો પણ પરિણામ આવે નહીં. જાત જાતની અટકળો આવતી જતી હોય, માર્કેટમાં દલાલો રખડતા હોય. પરંતુ હવે આ બધી જ પંપાળોને છોડી દઈને ઓન બોર્ડ એકસાથે પ્રધાનમંત્રી બટન દબાવેને 70 હજાર યુવાનોને નોકરીને નિમણૂક પત્ર મળી જાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
સુરતના ઉધનામાં તબીબની પત્નીએ આધેડને વધુ ઇન્જેક્શન મારી દેતાં મોત, પરિવારનો આક્ષેપ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારે ઉમેદવારને થતી દુવિધા બંધ કરાવી છે. હવે પ્રધાનમંત્રી બટન દબાવે એટલે સીધી નોકરી મળે છે. પ્રધાનમંત્રીએ ભારતની નવી છબી ઊભી કરી છે. એટલા માટે હું માનું છું કે આ નવા ભારતની નવી તસવીર છે.
મિટ્ટીમેં મિલા દૂંગા.. અતીકના પુત્રના એન્કાઉન્ટર બાદ યોગીનો ગુસ્સાવાળો VIDEO વાયરલ
રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદની એક ઘટના નથી બની કમોસમી વરસાદ ત્રણ વખત પડ્યું હોવાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. નુકસાન માટેના સર્વેની કામગીરી ચાલુ છે અને તે પૂર્ણ થવાની તૈયારી ઉપર છે. ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે બાબતે અમે રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. ટૂંક સમયમાં ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.
કોઈની 10 મહિને તો કોઈની 12 મહિને, થોડા મહિનાઓમાં જ તૂટ્યા આ સિતારાઓના લગ્ન
માછીમારોને લઈને પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન જેલમાં રહેલા 650થી વધુ માછીમારોની સજા પૂર્ણ થઈ ગઈ છે. વિદેશ મંત્રાલય સાથે અમે સતત સંપર્કમાં છીએ અને વહેલામાં વહેલી તકે તેને લઈ આવવામાં આવે તેવી સંપૂર્ણ તૈયારી છે.