ભાવનગર: ભાવગનરમાં (Bhavnagar) એક પિરવારે છેલ્લા 10 વર્ષથી તેમની દિવ્યાંગ દીકરીને (Disabled Daughter) રૂમમાં પૂરી રાખવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, આ મામલે તપાસ કરવા ભાવનગરની અભયમ ટીમ (Abhayam Team) જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે અભયમ ટીમ દ્વારા દિવ્યાંગ યુવતીને મુક્ત કરાવી અને તેના માતા-પિતાને સમજાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુબજ, ભાવનગરની (Bhavnagar) અભયમ ટીમને એક કોલ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, તળાજાના એક ગામમાં એક પિરવારે તેમની 25 વર્ષની દિવ્યાંગ દીકરીને (Disabled Daughter) છેલ્લા 10 વર્ષથી એક રૂમમાં પુરૂ રાખી છે અને જમવાનું પણ આપતા નથી. ફોન આવ્યા બાદ અભયમ ટીમ (Abhayam Team) ઘટના સ્થળ પર દોડી આવી હતી. જ્યાં અભયમ ટીમ દ્વારા 25 વર્ષીય દિવ્યાંગ યુવતીના માતા-પિતાને તેમની દીકરીને રૂમમાંથી બહાર કાઢવા જણાવ્યું હતું. પંરતુ દિવ્યાંગ યુવતીના માતા-પિતા તેના રૂમનો દરવાજો ખોલવા તૈયાર પણ તૈયાર ન હતા. જે બાદ અભયમ ટીમે કાયદાકિય કાર્યવાહી કરવાનું કહેતા તેમણે દરવાજો ખોલ્યો હોતો.


આ પણ વાંચો:- ગણતરીના કલાકોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઉત્તરવહી વાપરવાનો તઘલખી નિર્ણય બદલવો પડ્યો


જો કે, ત્યાારબાદ રૂમની અંદરના દ્રશ્યો જોતા અભયમ ટીમ પણ ચોંકી ગઈ હતી. જ્યાં સામન્ય માણસ ઉભો ના રહી શકે તેવા ઉકરડા જેવા રૂમમાં આ પરિવારે તેમની દિવ્યાંગ દીકરીને છેલ્લા 10 વર્ષથી પુરૂ રાખી હતી. જો કે, ત્યારબાદ અભયમ ટીમ દ્વારા દિવ્યાંગ યુવતીના માતા-પિતાનું કાઉન્સીલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જાણાવ્યું હતું કે, બાળપણમાં પડી જવાથી તેમની દીકરી શારિરીક વિકલાંગ બની હતી. ત્યારે દિવ્યાંગ દીકરીને એકલી ન મુકવા તેમણે છેલ્લા 10 વર્ષથી તેમની દીકરીને ઉકરડા જેવા રૂમમાં પુરી રાખી હતી.


આ પણ વાંચો:- રાજકોટ : નિરાલી રિસોર્ટના રૂમમાં લાગી આગ, 8 કર્મચારી દાઝ્યા, રૂમનો દરવાજો બહારથી બંધ કેમ હતો?


ત્યારે દિવ્યાંગ યુવતીના માતા-પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે અમે ખેતરમાં કામ કરવા જઈએ, ત્યારે અમે અમારી આ દીકરીને એકલી કેમ મુકી શકીએ. જો તેને એકલી મુકી હોય અને તેની સાથે કંઇક અઘટિત ઘટના બને તેના ડરથી અમે તેને પુરીને રાખતા હતા. જો કે, હકિકત જાણ્યા બાદ અભયમની ટીમે યુવતીના માતા-પિતાને તેમની દિવ્યાંગ દીકરીને ખુલ્લા વાતાવરણમાં રાખવા અને તેનું ધ્યાન રાખવા જરૂરી સલાહ-સૂચન આપ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube