ગણતરીના કલાકોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઉત્તરવહી વાપરવાનો તઘલખી નિર્ણય બદલવો પડ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષામાં ઉતરવહીનો બગાડ અટકાવવા માટે વિચિત્ર નિર્ણય લીધો છે. યુનિવર્સિટી (saurastra university) એ વિદ્યાર્થીઓને કહ્યું કે, મોટા અક્ષર કરશે કે લખાણ વચ્ચે લાઈન છોડશે તો વિદ્યાર્થીને પૂરક ઉત્તરવહી નહિ મળે. ત્યારે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણયની ટીકા થઈ રહી છે. જોકે ભારે ટીકા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. 
ગણતરીના કલાકોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઉત્તરવહી વાપરવાનો તઘલખી નિર્ણય બદલવો પડ્યો

ગૌરવ દવે/રાજકોટ :સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષામાં ઉતરવહીનો બગાડ અટકાવવા માટે વિચિત્ર નિર્ણય લીધો છે. યુનિવર્સિટી (saurastra university) એ વિદ્યાર્થીઓને કહ્યું કે, મોટા અક્ષર કરશે કે લખાણ વચ્ચે લાઈન છોડશે તો વિદ્યાર્થીને પૂરક ઉત્તરવહી નહિ મળે. ત્યારે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણયની ટીકા થઈ રહી છે. જોકે ભારે ટીકા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. 

રાજકોટ (Rajkot) માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઉતરવહીનો બગાડ અટકાવવા અલગ પ્રકારનો નિર્ણય કરાયો છે. યુનિવર્સિટી દ્વારા કહેવાયુ કે, પરીક્ષામાં પરિક્ષાર્થી મોટા અક્ષર કરશે કે લખાણ વચ્ચે લીટી છોડશે તો પૂરક ઉતરવહી નહીં મળે. ત્યારે વિધાર્થીઓ ઉતરવહીનો બિનજરૂરી બગાડ કરતા હોવાથી નિર્ણય લેવામાં આવ્યો હોવાનું યુનિવર્સિટીનો દાવો છે. યુનિવર્સિટીના નિયમ મુજબ, પરીક્ષાર્થીઓ મુખ્ય પ્રશ્નના પેટા પ્રશ્નની શરૂઆત બિનજરૂરી જગ્યા છોડીને નહિ કરી શકે. તેમજ ઉતરના લખાણ વચ્ચે બિનજરૂરી જગ્યા પણ નહીં છોડી શકાય. જે કોઈ પરિક્ષાર્થી નવા નિયમનો અમલ નહીં કરે તેમને પૂરક ઉતરવહી નહીં અપાય તેવુ યુનિવર્સિટી દ્વારા કહેવાયુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિચિત્ર ફરમાન

  • ઉત્તરવહીમાં બિનજરૂરી મોટા અક્ષરે લખવુ નહિ
  • બે શબ્દો વચ્ચે જરૂર મુજબની જ જગ્યા રાખવી
  • બિનજરૂરી રીતે જગ્યા છોડીને લખવુ નહિ
  • બિનજરૂરી રીતે લીટીઓ પણ છોડવી નહિ 
  • દરેક મુખ્ય પ્રશ્નના પેટા પ્રશ્નોની શરૂઆતમાં જગ્યા ન છોડવી
  • જે જવાબ વચ્ચે પણ જગ્યા ન છોડવી 

આ પણ વાંચો : રાજકોટ : નિરાલી રિસોર્ટના રૂમમાં લાગી આગ, 8 કર્મચારી દાઝ્યા, રૂમનો દરવાજો બહારથી બંધ કેમ હતો?

ટીકા થયા બાદ યુનિવર્સિટીએ નિર્ણય બદલ્યો
જોકે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઈ પરિપત્ર જાહેર કરાયા હતો. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઉત્તરવહીના બગાડના પરિપત્રને લઈ નિર્ણય બદલ્યો હતો. આ વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીએ કહ્યું કે, આ માત્ર એક સૂચન છે, કોઈ પરિપત્ર નથી. માત્ર વિદ્યાર્થીઓને આ બાબતે પરીક્ષા પહેલા કહેવામાં આવશે. જે પણ વિદ્યાર્થીઓ ને સપલી જોતી હોય તેને આપવામાં આવશે. 

આખરે કેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આવો તઘલખી નિર્ણય લીધો તે વિશે સત્તાધીશોએ કહ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષે જુદી જુદી અંદાજિત 250થી વધુ પરીક્ષાઓ લેવામાં આવે છે જેમાં આશરે 3 લાખ જેટલી મુખ્ય ઉત્તરવહીનો તો ઉપયોગ થાય જ છે. પરંતુ દર 50 હજાર વિદ્યાર્થીની પરીક્ષામાં અંદાજિત 2 લાખ પૂરક ઉત્તરવહીની પણ ખપત થાય છે. જેથી આગામી પરીક્ષાઓમાં બગાડ થતો અટકાવવા યુનિવર્સિટીએ નિર્ણય કર્યો હતો. પરંતુ બાદને તેને બદલવાની જરૂર પડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news