• અન્ય વાલીઓ કે જે 50 ટકા ફી (Fee) માં રાહતની માગ કરી રહ્યા હતા તેઓને શિક્ષણમંત્રી સાથેની બેઠકમાં હાજર ના રહેવા દેવામાં આવ્યા.

  • શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદથી નરેશ શાહના મેસેજ સોશયલ મીડિયા પર ફરી રહ્યાં છે.


અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતભરમાં ફીમાં રાહતના મામલે ગઈકાલે વાલી મંડળ અને શિક્ષણવિભાગ વચ્ચે મળેલી બેઠક બાદથી વાલી મંડળમાં બે ફાંટા પડ્યા છે. શિક્ષણ વિભાગ સાથે અગાઉ મળેલી બેઠકમાં હાજર રહેલા વાલીઓને કાલે મળેલી બેઠકમાં હાજર ના રહેવા દેવાતા કેટલાક વાલી અગ્રણીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ગઈકાલે મળેલી બેઠકમાં ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ અને અન્ય બે વાલીઓએ શિક્ષણમંત્રી સાથે બેઠક કરી હતી. અન્ય વાલીઓ કે જે 50 ટકા ફી (Fee) માં રાહતની માગ કરી રહ્યા હતા તેઓને શિક્ષણમંત્રી સાથેની બેઠકમાં હાજર ના રહેવા દેવામાં આવ્યા. ત્યારે અન્ય વાલી અગ્રણીઓએ નરેશ શાહ પર ખાનગી શાળા સંચાલકો સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : સુશાંતની જેમ જ ફાંસી લગાવીને બિહારના એક કલાકારે મુંબઈમાં આત્મહત્યા કરી 


25 ટકા ફી ઘટાડાનો મેસેજ વયરલ થયો 
શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદથી નરેશ શાહના મેસેજ સોશયલ મીડિયા પર ફરી રહ્યાં છે. જેમાં ‘25 ટકા ફીમાં રાહત મળશે, જેના માટે વાલીઓ તૈયાર રહે...’ તેવા પોતાના નામ સાથે મેસેજ વાયરલ થયા છે. ‘સરકાર જો 25 ટકા ફીમાં રાહત આપશે તો નરેશ શાહ તેની સાથે સંમત હોય...’ તેવા મેસેજ તેમની તરફથી કરાયા છે. 


આ પણ વાંચો : ગુજરાતનો ડંકો વાગ્યો, ભારતીય ધનકુબેરોના લિસ્ટમાં 60 ગુજરાતી ઉદ્યોગપતિઓ


અન્ય વાલીઓ નરેશ શાહની વિરુદ્ધમાં
આ વિશે અન્ય વાલી અગ્રણીઓએ કહ્યું કે, અમારી માગ પહેલાથી જ 50 ટકા ફીમાં રાહતની હતી, જો ફીમાં 50 ટકા રાહત નહીં મળે તો સ્પષ્ટ છે કે સરકાર, ખાનગી સંચાલકો અને નરેશ શાહની મિલીભગતનું આ પરિણામ છે. વાલી અગ્રણીઓએ કહ્યું કે જો સરકાર ફીમાં 50 ટકાથી ઓછી રાહત આપશે તો ફરી હાઇકોર્ટના શરણે જઈશું.


વાલીમંડળના બંને જૂથો આમને-સામને 
વાલીમંડળ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સ્વર્ણિમ સંકુલ-1 માં પ્રવેશદ્વાર પર વાલીમંડળના બંને જૂથો આમને-સામને આવી ગયા હતા. શાળાની ફી માફીનો મુદ્દો બાજુ પર રહીને વાલીમંડળ આમનેસામને આવ્યા હતા. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરવા ગયેલા નરેશ શાહ પર શાળા સંચાલકો અને સરકાર સાથે સેટીંગ કરી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વાલીઓએ નરેશ શાહ વિરુદ્ધ પોતાની રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી. 


આ પણ વાંચો : સુરતના બિલ્ડરની દરિયાદિલી, કોરોના વોરિયર્સ માટે ખુલ્લુ મૂક્યું આખેઆખું કોમ્પ્લેક્સ 



નરેશ શાહની સામે પડેલા વાલીમંડળના કમલ રાવલે દાવો કર્ય કે, શાળા સંચાલકો અને સરકાર સાથે નરેશ શાહની મિલી ભગત છે. ત્યારે નરેશ શાહ સિવાયના વાલી મંડળના સભ્યોએ આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. 


ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મળવા અગાઉથી 10 લોકોનું લિસ્ટ મોકલ્યું હતું. પરંતુ તેઓએ 5 લોકોને મંજૂરી આપી અને સ્વર્ણિમ સંકુલમાં નીચે રહી ગયા લોકોએ નરેશ શાહનો વિરોધ કર્યો હતો. ત્યારે નરેશ શાહે પોતાની સામે થયેલા વિરોધ મામલે કહ્યું કે, મેં PIL કરી તો ૬ મહિના પછી કોર્ટ દ્વારા ફી માફી જે પણ મળશે લાખો વાલી અને બાળકોને ફાયદો થશે. સારા માણસો હવે જાહેર હિતનું કામ નહિ કરે. 


આ પણ વાંચો : શેઠની શિખામણ ઝાંપા સુધી, કાર્યક્રમમાં AMC ના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર જ માસ્કનો નિયમ ભૂલ્યા