સુરતમાં ખાનગી સ્કૂલના સંચાલકો ચલાવી રહ્યા પોતાની મનમાની, મોટી સંખ્યામાં વાલીઓનું વિરોધ પ્રદશન
FRC દ્વારા ફી નિયમન અમલમાં મૂકી હોઈ તેમ છતાં ખાનગી સ્કૂલના સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે સુરતની વધુ એક સ્કૂલ દ્વારા FRCના નિયમને સાઇટ પર મૂકી પોતાની મનમાની વાલીઓ પર ઠોપી રહ્યા છે
ચેતન પટેલ/ સુરત: FRC દ્વારા ફી નિયમન અમલમાં મૂકી હોઈ તેમ છતાં ખાનગી સ્કૂલના સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે સુરતની વધુ એક સ્કૂલ દ્વારા FRCના નિયમને સાઇટ પર મૂકી પોતાની મનમાની વાલીઓ પર ઠોપી રહ્યા છે. ફી નહિ ભરતા વિદ્યાર્થીઓને ગ્રૂપમાંથી બહાર કાઢી મૂકી વાલીઓ પર ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યા હતા. જેથી આજે મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થઈ વિરોધ પ્રદશન કરી રહ્યા હતા.
આ પણ વાંચો:- સુરત: મહિલા PSI અમિતા જોશી આપઘાત મામલે સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
છેલ્લા કેટલાક સમયથી ફીને લઇ ચાલી રહેલા વિવાદને લઇ આખરે FRC દ્વારા ફી નિયમન કરવામાં આવી છે. તેમ છતાં ખાનગી સ્કૂલ દ્વારા પોતાની મનમાની ચલાવી બેફાર્મ ફી ઉઘરાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા 25 ટકા ફી માફી કરી હોય તેમ છતાં સ્કૂલ સંચાલકો પોતાની જ ફી વસૂલી રહી છે ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર સ્કૂલના સંચાલકો દ્વારા પણ પોતાની નક્કી કરાયેલી ફી વસુલવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- સુરત જીલ્લામાં કમોસમી વરસાદથી પોંકની ખેતીને માઠી અસર, ખેડૂતોને ભારે નુકશાની વેઠવાની નોબત
ફી નહિ ભરનાર વિદ્યાર્થીઓનું ભણતર અટકાવી દેવામાં આવ્યું છે. છેલ્લા દોઢ મહિનાથી વિદ્યાર્થીઓને ગ્રૂપમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત વાલીઓને ફી ભરવા દબાણ પણ કરવામાં આવી રહ્યું છે. જેથી આજે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પર ભેગા થઈ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ હલ્લા બોલ કર્યો હતો. અગાઉ એફઆરસી અને DEOને રજુઆત કરી હોય તેમ છતાં અધિકારીઓ દ્વારા કોઈ પગલાં નહિ લેવાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube