વાલીઓને ઝટકો! ગુજરાતમાં ટેકનિકલ કોર્ષની ફીમાં 5 ટકાનો વધારો, મળી ગઈ લીલીઝંડી
ઉલ્લેખનીય છે કે, FRC - ટેક્નિકલમાં સ્વ- નિર્ભર સંસ્થાઓના અભ્યાસક્રમો જેવા કે ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક, MBA, MCA અને પ્લાનિંગ જેવા કોર્સ ચલાવે છે.
અતુલ તિવારી/અમદાવાદ: ફી નિયમન સમિતિ-ટેક્નિકલના દાયરામાં આવતી 500 સંસ્થાઓને બેઝ નોશનલ ફીમાં 5 ટકા વધારા માટે સંમતિ અપાઈ છે. જી હા...કુલ 640 માંથી 500 જેટલી સંસ્થાઓની સમિતિ દ્વારા નિયત કરાયેલી ફીની જાહેરાત કરાઈ છે. 9 સંસ્થાઓએ વર્ષ 2022 - 23 ની બેઝ નોશનલ ફીમાં ઘટાડો સૂચવ્યો હતો. જ્યારે 76 સંસ્થાઓએ વર્ષ 2022 - 23 ની બેઝ નોશનલ ફીમાં કોઈપણ વધારો સૂચવ્યો નહોતો. 5 સંસ્થાઓએ વર્ષ 2022-23ની બેઝ નોશનલ ફીમાં 2 ટકાનો વધારો સૂચવ્યો હતો.
શક્તિસિંહ કોંગ્રેસ પ્રમુખ બનતા જ 2024ની તૈયારીઓ શરૂ! રાજકોટના 2 મોટા નેતાઓની ઘરવાપસી
10 સંસ્થાઓએ વર્ષ 2022 - 23 ની બેઝ નોશનલ ફીમાં 2 થી 4 ટકાનો વધારો સૂચવ્યો હતો. જ્યારે 400 સંસ્થાઓએ વર્ષ 2022 -23ની બેઝ નોશનલ ફીમાં 4 થી 5 ટકાનો વધારો સૂચવ્યો હતો. આમ 640 સંસ્થાઓમાંથી 110 જેટલી સંસ્થાઓએ બેઝ નોશનલ ફીમાં 5 ટકા કરતા વધારો માગ્યો હતો, જેમની ફી અંગે નિર્ણય ટૂંક સમયમાં લેવાશેઝ જરૂરી દસ્તાવેજ સંસ્થાઓએ રજૂ કરવાના રહેશે.
ગુજરાતમાં આવી રહ્યો છે વરસાદનો જોરદાર રાઉન્ડ,16 ઈંચ વરસાદથી આ વિસ્તારો થશે જળબંબાકાર
18 જેટલી સંસ્થાઓએ ફી બ્લોકમાં અભ્યાસક્રમ બંધ કર્યાનું સામે આવ્યું છે. 12 સંસ્થાઓએ વર્ષ 2022 -23 ની બેઝ નોશનલ ફીમાં મહત્તમ 5 ટકા વધારો માગ્યો હતો, પરંતુ બાંહેધરી પત્રક ના આપતા હાલ સમિતિએ ફી જાહેર ના કરી. સમિતિએ જાહેર કરેલી 500 સંસ્થાઓની વર્ષ 2023 -24 થી વર્ષ 2025 -26 સુધીની ફી અંગે તમામ માહિતી વેબસાઈટ પર મુકાઈ છે. આ સાથે જ ફી સિવાય કોઇપણ જાતની ડિપોઝીટ કે અન્ય ફી સંસ્થાઓ વસૂલી શકશે નહીં.
અમેરિકામાં બેઠા-બેઠા પાટીદારે બતાવ્યો વતન પ્રેમ, વાવાઝોડામાં પડેલ ઝાડને ઉભું કરવા...
ઉલ્લેખનીય છે કે, FRC - ટેક્નિકલમાં સ્વ- નિર્ભર સંસ્થાઓના અભ્યાસક્રમો જેવા કે ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક, MBA, MCA અને પ્લાનિંગ જેવા કોર્સ ચલાવે છે.
સુરતના યોગ કાર્યક્રમમાં મોટી ફજેતી થઈ, કરોડો ખર્ચ્યા બાદ પણ માઈકે દગો દીધો
કોરોનાને કારણે વર્ષ 2020-21 થી વર્ષ 2022 -23 દરમિયાન એકપણ સંસ્થાઓને ફી વધારાની મંજૂરી અપાઈ ન હતી, જેના કારણે વર્ષ 2023 -24થી વર્ષ 2025 -26 બ્લોકની ફીમાં અગાઉ ના વધારેલા બ્લોકની 5 ટકા ફી વધારાને નોશનલ વધારા તરીકે ફીમાં ઉમેરવામાં આવ્યો છે ત્યારબાદ નવી ફી નક્કી કરાઇ છે.