શક્તિસિંહ કોંગ્રેસ પ્રમુખ બનતા જ 2024ની તૈયારીઓ શરૂ! રાજકોટના બે મોટા નેતાઓની ઘરવાપસી
સાગઠિયા સાથે પૂર્વ કોર્પોરેટર કોમલ ભારાઇ પણ કોંગ્રેસમાં જોડાયા છે. વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં ઘરવાપસી કરી લીધી છે. બંને પૂર્વ નેતાઓ સાથે 50થી વધુ સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે. શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર કોંગ્રેસમાં ઘરવાપસીનો દોર શરૂ થયો છે. ગુજરાત કોંગ્રેસ છોડી AAP માં ગયેલા રાજકોટના નેતાઓની ઘરવાપસી શરૂ થઈ ચૂકી છે. રાજકોટ મનપાના પૂર્વ નેતા વિપક્ષ વશરામ સાગઠિયા ફરીવાર કોંગ્રેસમાં જોડાયા છે.
સાગઠિયા સાથે પૂર્વ કોર્પોરેટર કોમલ ભારાઇ પણ કોંગ્રેસમાં જોડાયા છે. વશરામ સાગઠિયા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી કોંગ્રેસમાં ઘરવાપસી કરી લીધી છે. બંને પૂર્વ નેતાઓ સાથે 50થી વધુ સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા છે. તમને જણાવી દઈએ કે, વશરામ સાગઠિયાને ગઈકાલે AAP એ સસ્પેન્ડ કર્યા હતા. આ સાથે જ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પ્રમુખ બનતા જ લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. જેને લઈ આજે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા અને પૂર્વ કોર્પોરેટર કોમલ ભારાઇ એ આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
મહત્વનું છે કે, કોંગ્રેસ વશરામ સાગઠિયાએ ઘર વાપસી કરતા કોંગ્રેસ ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે, 2022 ચૂંટણીં કોંગ્રેસ પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જે બાદમાં આમ આદમી પાર્ટીએ સાગઠીયાને 2022માં વિધાનસભાની ટિકિટ આપી હતી.
કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, મારા પ્રમુખ પદના નામની જાહેરાત થઈ ત્યારે જ વશરામ ભાઈ કહ્યું કે AAPમાં રાજીનામું આપ્યું છે. જેમ દૂધમાં સાકાર ભળે તેમ કોંગ્રેસના લોકો ભળી જશે. મે નિર્ધાર કર્યો છે કે માસ બેઝ પાર્ટીમાં જે જોડાશે તે કોંગ્રેસ પરિવારનો સભ્ય થશે. આ સાથે કહ્યું કે, આગામી દિવસોમાં સૌ સાથે મળીને લડીશું. ગંદી રાજનીતિ નહિ પણ ગુજરાતના ગૌરવને સાથે રાખીને લડાઇ લડીશું. ગુજરાત માટે સેવાના સાધનાના યજ્ઞમાં સૌનું સ્વાગત છે.
તેમણે ઉમેર્યું હતું કે, હજુ જે પણ હોય તેમને સમજાવીને કોંગ્રેસમાં લઈ આવજો, કોંગ્રેસમાં અપમાનિત કરવાનું કામ નથી થતું, સૌનું માન સન્માન જળવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે