ચેતન પટેલ/ સુરત: સુરતમા ફી નિયમનને લઇને ફરી એકવાર વાલીઓ મેદાનમા ઉતર્યા છે. એફઆરસી દ્વારા ફી નિયમન નક્કી કરી હોય તેમ છતાં સ્કુલના સંચાલકો પોતાની મનમાની ચલાવી ફી વસૂલી રહ્યા છે. ત્યારે આજે મોટી સંખ્યામા વાલીઓ મજુરાગેટ સ્થિત એફઆરસીની ઓફિસે પહોંચ્યુ હતુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે વાલીઓ પહોચે તે પહેલા મુખ્ય અધિકારીઓ ત્યાથી ભાગી છૂટયા હતા. તો બીજી તરફ જે અઘિકારી ઓફિસમાં હાજર હતા. તેઓએ વાલીને જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી વાલીઓએ ઓફિસની બહાર જ ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો. એફઆરસી સાથે જીભાજોડી થતા તેઓએ પોલીસ બોલાવી દીધી હતી.


ભારતીય જનતા પાર્ટી વેપારીઓ અને તાનાશાહીઓના હાથમાં છે: શત્રુધ્ન સિન્હા



વાલીઓએ જ્યા સુધી પોતાની વાત નહિ સાંભળશે ત્યા સુધી તેઓ અહીથી નહિ હટશે તેવી વાત કરી હતી. જ્યારે ઝી 24 કલાકની ટીમ દ્વારા એફઆરસી અધિકારીને આ અંગે પુછયુ ત્યારે તેઓએ દોષનો ટોપલો ડીઇઓ પર થોપી દીધો હતો.તેઓએ જણાવ્યુ હતુ કે પોતાનુ કામ ફી નિયમનનું છે, ફી નિયમનનું પાલન કરાવવાનુ કામ ડીઇઓનું છે. આ વાત સાભળતા જ વાલીઓ અકળાય ઉઠયા હતા અને એફઆરસી હાય હાયના નારા લગાવ્યા હતા.