અમદાવાદ :વિધાનસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસના બડબોલા નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) એ દેશના સૌથી બે મોટા અને ભાજપના નેતાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, બે ગુજરાતીઓએ આ દેશને આઝાદી અપાવી હતી અને આજના બે ગુજરાતીઓ દેશને ગુલામી તરફ લઈ જઈ રહ્યા છે. પરેશ ધાનાણીના બફાટ બાદ વિવાદ સર્જાયો છે. પરેશ ધાનાણી અહીંથી જ ન અટક્યા. તેમણે કહ્યું કે, આધુનિક અંગ્રેજો દેશને લૂંટી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારના મોટા 3 મહત્વના નિર્ણયો : કરોડો વાહનચાલકોને થશે ફાયદો


પીએમ મોદી અને અમિત શાહ વિશે બોલતા તેમણે કહ્યુ કે, સંવિધાનના પગથિયે સત્તામાં બેસેલી પ્રદેશ અને દેશની સરકાર આજે દિશા ભૂલી છે. પાક વીમાના પ્રીમિયર પરાણે વસૂલીને વીમાના રૂપિયે વિમાન ખરીદનારી શ્રી રૂપાણી સરકાર હવામાં ઉડી રહી છે. જીવન માટે સંઘર્ષ કરતા ખેડૂતોને સરકારે જીવનદાન આપવા આગળ આવવું જોઈએ. રાજકોટમાં આજે અમે સૂતેલી સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આજે ઘરે ઘરે મંદીનો માર છે. બેરોજગારી પારાવાર છે. ફી માફિયાઓથી ભારતનું ભવિષ્ય દિશા ચૂક્યું છે. વિવિધ સમસ્યાઓ પર પડતા પર પાટુ મારતુ હોય તેમ ટ્રાફિક ટેરરીઝમ એટલે કે ટ્રાફિકના નિયમોથી લોકોનું જીવવુ મુશ્કેલ બની ગયું છે. 


વધુમાં તેમણે કહ્યું કે, ભૂતકાળમાં સામાન્ય માણસોના લોહી-પરસેવાની કમાણીને ચૂસનારા અંગ્રેજોની બે પૂજ્ય ગુજરાતીઓ ગાંધીજી અને સરદારે દેશમાંથી ભગાવવાનું કામ કર્યું હતું. બંનેએ દેશે આઝાદી અપાવી હતી. કમનસીબે બે ગુજરાતીઓ ફરીથી દેશને ગુલામીની જંજીરમાં જકડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પહેલાના અંગ્રેજો પણ લોકોની પરસેવાની કમાણીને લૂંટતા હતા અને આધુનિક અંગ્રેજો પણ લોકોની લોહી-પરસેવાની કમાણી સતત લૂંટી રહ્યાં છે. 


કોંગ્રેસના આ નેતાએ ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કરેલી સહાય મામલે કહ્યું કે, કમોસમી વરસાદથી 85 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. 25000 કરોડનું નુકસાન સામે માત્ર 700 કરોડનું પેકેજનો ટુકડો ફેંક્યો છે. ખેડૂતોના રાહત પેકેજને ખેડૂતોને ભીંખનો ટુકડો ગણાવ્યો હતો. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube