ગુજરાતના કરોડો વાહનચાલકો માટે લેવાયા 3 મોટા અને મહત્વના નિર્ણયો

ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા છે. જેને કારણે ગુજરાતની સાડા છ કરોડની જનતાને ફાયદાકારક બની રહે તેવા આ સમાચાર છે. પત્રકાર પરિષદ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યની વિવધ 16 ચેકપોસ્ટ (Checkpost) નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય પણ લેવાયો છે. 

Dipti Savant - | Updated: Nov 14, 2019, 02:14 PM IST
ગુજરાતના કરોડો વાહનચાલકો માટે લેવાયા 3 મોટા અને મહત્વના નિર્ણયો

ગાંધીનગર :ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા છે. જેને કારણે ગુજરાતની સાડા છ કરોડની જનતાને ફાયદાકારક બની રહે તેવા આ સમાચાર છે. પત્રકાર પરિષદ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યની વિવધ 16 ચેકપોસ્ટ (Checkpost) નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય પણ લેવાયો છે. વાહનોની સંખ્યા છેલ્લા દસ વર્ષમાં વધી ગઈ છે, જેને કારણે આરટીઓ (RTO) પર કામનું ભારણ વધી ગયું છે. જેને કારણે વાહનચાલકોના કામ અટવાતા હતા. તેથી વાહનચાલકોના હિતમાં આ ત્રણ નિર્ણયો લેવાયા છે. જેમાં હવે વાહનચાલકો ઘરે બેસીને આરટીઓની અનેક પ્રોસેસ કરી શકશે.

ગુજરાત સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી

આ 3 જાહેરાતો કરાઈ : 

  1. વર્ષે 20 લાખથી લર્નિંગ લાયસન્સ નીકળે છે. 221 જેટલી આઈટીઆઈ તથા પોલિટેકનિક મળીને અંદાજિત 250થી વધુ જગ્યાઓથી લર્નિગ લાયસન્સ ઉપલબ્ધ કરી શકાશે. તેના માટે આરટીઓ ઓફિસ સુધી જવાની જરૂર નહિ પડે. આ તમામ જગ્યાઓથી લર્નિંગ લાયન્સ ઉપલબ્ધ થઈ શકશે. 15 નવેમ્બરથી આઇટીઆઇ ખાતે શિખાઉ લાયસન્સ આપવામાં આવશે. 25 નવેમ્બરથી લર્નિંગ લાયસન્સની કામગીરી 29 પોલિટેકનિક ખાતે કરવામાં આવશે. 

  2. ઓનલાઈન સેવામાં અન્ય 7 સેવાનો ઉમેરો કરાયો છે. જેમાં 14 લાખથી વધુ લોકો રિન્યુઅલથી અનેક કામગીરી ઓનલાઈન થઈ શકશે. કમ્પ્યુટર પર અરજી કરીને જ ઈશ્યુ થઈ શકશે. લાયસન્સ અને વાહન સંબંધી સેવાઓ આરટીઓ કચેરીએ જવાનું રહેશે. પણ ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકશે. હવે  વાહનની નોંધણી, ફેન્સી નંબર, સ્પેશ્યલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, વાહન એન.ઓ.સી, એક્સ અને ફીની ચૂકવણી સહિત ૨૫ લાખ લોકો આરટીઓ કચેરી રૂબરૂ આવ્યા સિવાય હવે બેઠા સેવાઓનો લાભ લઇ શકશે. લાયસન્સ રીન્યુ, ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી, ડ્રાઇવિંગ લાયસન્સનું રિપ્લેસમેન્ટ, વાહન માટેની ડુપ્લીકેટ આરસી, વાહન સંબંધિત માહિતી અને હાઇપોથીકેશનની કામગીરી ઓનલાઇન કરી શકાશે.

  3. દર વર્ષે 90 લાખ મોટા વાહનો ચેકપોસ્ટ પર ઉભા રહેતા હતા. જેમાં તંત્ર પણ કામે લાગતું હતું. તેથી 25 નવેમ્બરથી રાજ્યની તમામ ચેકપોસ્ટ બંધ થઈ જશે. તમામ સ્ટાફ એનફોર્સમેન્ટથી માંડીને બીજા કામમાં લાગશે. ચેકપોસ્ટ પર અવર ડાયમેન્શન ચેક કરતું હતું. જેમાં મોટી કંપનીઓને તેમાં રૂપિયા ભરવાના હોય છે. હવે આ તમામ કામગીરી ઓનલાઈન થશે. કંપનીઓને આરટીઓ પાસેથી ઓફલાઈનની સર્વિસ પણ મળી રહેશે. હાલ ચેકપોસ્ટની 300 કરોડની વાર્ષિક આવક છે. આઠ રાજ્યોમાં ગુજરાતમાં આવતી ટ્રકો આવે છે. ત્યાં મીટિંગ કરે છે. અને હવે બહારથી આવતી ટ્રકોનું પણ ઓનલાઇન પેમેન્ટ લેવાશે.

અદભૂત Video : સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળાનો રાતનો નજારો જોઈને આંખો પર વિશ્વાસ નહિ થાય  

20 તારીખથી ઈ-ચલણ કરવામાં આવશે
મુખ્યમંત્રીએ જાહેરાતમાં જણાવ્યું કે, વર્ષોથી આરટીઓ સંબંધિત ફરિયાદો આવતી હતી. લોકોની ફરિયાદ આવતી હતી. અમે આ મામલે બેઠકો કરી, જેમાં નિર્ણય લીધો કે, હવે જ્યારે ટેકનોલોજી ઉપલબ્ધ છે, તો કાયદાના પ્રોવિઝીનમાં મોટર વ્હીકલ એક્ટ મુજબ જે બાબતો ફરજિયાત કરવી હોય તો જ આરટીઓ ઓફિસ આવવું. નહિ તો મોટાભાગની કામગીરી ઓનલાઈન થઈ શકશે. આખા ગુજરાતમાં કરોડો વ્હીકલ્સની વ્યવસ્થાઓ કરવાની હોય છે. નવા વાહનોનુ રજિસ્ટ્રેશન, આરસીબુક, લર્નિંગ લાયસન્સ, ટેક્સ, પેમેન્ટ વગેરેની વિવિધ કામગીરીને કારણે લાખો લોકો રોજ આરટીઓ આવતા હોય છે. તેથી બને ત્યા સુધી આરટીઓમાં ફરજિયાત જવું પડે તો જ જવું. તેથી મોટાભાગની કામગીરી ઓનલાઈન કરી દેવાઈ છે. આરટીઓ ચલણની પણ હવે 20 તારીખથી ઈ-ચલણ કરવામાં આવશે. આરટીઓમાં અધિકારીઓ ગ્રાહકો પાસેથી હવે રોકડા નહિ લઈ શકે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube