કોગ્રેસના કાર્યકર પોતે રાજીવ ગાંધી બની ગામડાના સપના સાકાર કરવાનો સંકલ્પ કરીએ: પરેશ ધાનાણી
ભારતના પુર્વ વડાપ્રધાન રાજીવગાંધીની 75મી જન્મ જયંતીની ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સુચનાને આધારે ગુજરાત કોંગ્રેસ સતત એક વર્ષ સુધી મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી અને રાજીવ ગાંધીની 75મી જન્મ જયંતી ઉજવશે
ગૌરવ પટેલ, અમદાવાદ: ભારતના પુર્વ વડાપ્રધાન રાજીવગાંધીની 75મી જન્મ જયંતીની ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સુચનાને આધારે ગુજરાત કોંગ્રેસ સતત એક વર્ષ સુધી મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી અને રાજીવ ગાંધીની 75મી જન્મ જયંતી ઉજવશે. આજે રાજીવ ગાંધીની પ્રતિમાને કોંગ્રેસના નેતાઓ પુષ્પાંજલી કરી શ્રધ્ધાંજલી પાઠવી છે.
આ પણ વાંચો:- દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસ: પીડિતાએ કહ્યું- દિકરીના હક્ક માટે DNA ટેસ્ટ કરાવવા તૈયાર છું
આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા પોસ્ટ વિભાગની મદદથી રાજીવ ગાંધી અને મહાત્મા ગાંધીની જન્મ જયંતી વર્ષ નિમિત્તે ટપાલ ટીકીટ પણ બહાર પાડી ગુજરાત કોગ્રેસ દ્રારા રાજીવ ગાંધીની જીવનપર ખાસ દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરવામાં આવી. જેમાં રાજીવ ગાંધીએ સક્રિય રાજકારણમાં આવ્યા બાદ દેશ માટે લીધેલા નિર્ણયનો જેમાં સંચાર ક્રાંતી, પંચાયતી રાજમાં સત્તાનું વિકેન્દ્રીકરણ, યુવાનોને મતનો અધિકાર, શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના, શાંતી માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો:- Love Is Blind: 34 વર્ષની મહિલાના પ્રેમમાં પાગલ 19 વર્ષનો યુવક, આપી જાનથી મારી નાખવાની ધમકી
વિદેશ નિતિમાં પરમાણુ નિશસ્ત્ર દેશની કલ્પના કરી હસ્તાક્ષર કર્યા, બે વાર અમેરિકાના પ્રવાસ સહિત 50 દેશોનો પ્રવાસ કર્યો, અટલજીને અમેરિકામાં સારવાર માટે મોકલ્યા વગેરે મુદ્દાને આવરી લેવાયા છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી કહ્યું કે, સત્તાનાનું વિકેન્દ્રી કરણ કરવાનું શ્રેય રાજીવ ગાંધીને જાય છે. 18 વર્ષના યુવાનને મતાધિકારની દેન રાજીવ ગાંધીનું છે.
આ પણ વાંચો:- બર્થ-ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ માણતા 9 નબીરા સહિત 5 યુવતીઓ ઝડપાઇ
21મી સદીમાં ભારતને મજબુત કરવાનો પાયો રાજીવ ગાંધીએ નાંખ્યો હતો. કોગ્રેસના કાર્યકર પોતે રાજીવ ગાંધી બની ગામડાના સપના સાકાર કરવાનો સંકલ્પ કરીએ અને સમગ્ર વર્ષ દરમ્યાન રાજીવ એક આદર્શ વિચાર લઇ ગામે ગામ જઇએ. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી. આજના દિવસે યુથ કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જુઓ Live TV:-