દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસ: પીડિતાએ કહ્યું- દિકરીના હક્ક માટે DNA ટેસ્ટ કરાવવા તૈયાર છું
ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી ગૌરવ દહિયાના કથિત પ્રેમ પ્રકરણમાં પીડિત મહિલા આજે અમદાવાદ આવી પહોંચી હતી અને ત્યાંતી તે સીએમ અને ડીજીપી ઓફિસ તેમજ મહિલા આયોગને મળવા ગાંધીનગર પહોંચી ગઇ છે
Trending Photos
અમિત રાજપુત, ગાંધીનગર: ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી ગૌરવ દહિયાના કથિત પ્રેમ પ્રકરણમાં પીડિત મહિલા આજે અમદાવાદ આવી પહોંચી હતી અને ત્યાંતી તે સીએમ અને ડીજીપી ઓફિસ તેમજ મહિલા આયોગને મળવા ગાંધીનગર પહોંચી ગઇ છે. ત્યારે આ મામલે પીડિતાએ કહ્યું કે, હું મારી દીકરીના હક્ક માટે આવી છું. આ દીકરી અમારી જ છે અને હું તેની સાબિતી માટે DNA ટેસ્ટ માટે પણ તૈયાર છું.
આ મામલે Zee24Kalak સાથેની વાતચીતમાં પીડિતાએ કહ્યું કે, હું ડીજીપી ઓફીસ જઇશ અને મારી એફઆઇઆર દાખલ કરાવીશ. આ મામલે ઘણો સમય થઇ ગયો છે અને હજી સુધી મને ન્યાય મળ્યો નથી. આ મામલે શું ચાલી રહ્યું છે તે મને કંઇ સમજાતું નથી. મારી અરજી દાખલ કરવામાં આવે. હું સીએમ ઓફીસે મળવા જઇશ અને મહિલા આયોગ તેમજ તપાસ કમિટિને મળવા માગુ છું.
હજુ સુધી મને ન્યાય મળ્યો નથી. મને અને મારી દિકરીને ન્યાય મળે. હજી સુધી સ્વિકાર્યું નથી કે તેણે લગ્ન કર્યા હતા અને આ દીકરી તેની છે. હું એવું ઇચ્છુ છું કે, મારી દીકરીને તેનો લિગલ હક્ક મળે. જે પણ છે મારા લગ્ન થયા છે કે નહીં તે બધાની સામે આવવું જોઇએ. મારે ન્યાય જોઇએ છે. મારા અને મારી દીકરી માટે.
પીડિતાએ વધુમાં જણાવ્યું કે, હું દિલ્હી છોડી દેવા માગુ છું. દિલ્હીમાં મારું કોઇ નથી. હું દિલ્હીની નથી. ગૌરવે મને દિલ્હીમાં ઘર અપાવ્યું હતું. હું ગૌરવના આપેલા ઘરમાં રહું છું. ત્યાં મારી અને મારી દીકરીની કોઇ સેફ્ટી નથી. ગૌરવનું આખું ફેમેલી ગુડગાંવમાં રહે છે. મેં DNA ટેસ્ટની માગ કરી છે. તો હું સો ટકા સ્યોર છું કે તે માણસ મને અને મારી દીકરીને કંઇપણ કરી શકે છે. મારે ન્યાય જોઇએ છે. મને લાગે છે કે, દિલ્હીમાં બેસીને મને ન્યાય નથી મળી રહ્યો.
આ પણ વાંચો:- Love Is Blind: 34 વર્ષની મહિલાના પ્રેમમાં પાગલ 19 વર્ષનો યુવક, આપી જાનથી મારી નાખવાની ધમકી
મેં પહેલા પણ કહ્યું છે કે, સસ્પેન્શનથી મને ન્યાય નથી મળતો. મારે સસ્પેન્શન નથી જોઈતું. મારે ન્યાય જોઇએ છે. તેનાથી મારી દીકરીને તેનો લિગલ હક્ક મળ્યા નથી. આ મામલો ત્યાંનો ત્યાંજ છે. હું જે હક્ક માટે લડાઇ લડી રહી છું. તે તો ત્યાંનો ત્યાં જ છે. હું મારી આ લડાઇ માટે DNA ટેસ્ટ માગુ છું. હું મહિલા આયોગ પાસે જઇને DNA ટેસ્ટ કરવવાની વાત કરીશ અને સીએમને પણ આ વાત કરીશ અને ડીજીપી ઓફિસે મારી એફઆઇઆર દાખલ કરાવીશ.
કોણે કરી છે ફરિયાદ
દિલ્હીની લિનુ સિંહ નામની એક મહિલાએ IAS ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી આચરવાની અને શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપો કર્યા છે. મહિલાએ આ અંગેના પુરાવા પણ રજૂ કર્યા છે. મહિલાએ આક્ષેપો કર્યા છે કે, અધિકારી દહિયાએ તેની સાથે તિરૂપતિ મંદિરમાં લગ્ન કર્યા હતા અને તેની સાથે હનિમૂન પણ મનાવ્યું હતું. પ્રથમ પત્નીને છોડીને અધિકારી તેની સાથે રહેતો હતો. મહિલાએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, હવે આઈએએસ અધિકારી તેને છોડીને ત્રીજી મહિલા સાથે લગ્ન કરીને જીવન ગુજારી રહ્યો છે.
સામે પક્ષે IAS ગૌરવ દહિયાએ પણ ગાંધીનગરમાં આ મહિલા તેમને બ્લેકમેલ કરી રહી હોવાની અરજી કરી છે. તેમણે અરજીમાં જણાવ્યું છે કે, મહિલાએ વાયરલ કરેલા ફોટા ખોટા છે અને આમ કરીને તેણે મારી પાસે રૂપિયાની માગણી કરી છે. મહિલા તેમને બ્લેકમેલ કરીને તેમની પાસેથીપૈસા પડાવી રહી છે તેવા પણ દહિયાએ આક્ષેપો કર્યા છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે