અમદાવાદઃ રાજ્યમાં મગફળી કાંડનો મુદ્દો જોરશોરથી ગાજી રહ્યો છે. ત્યારે ગોંડલના શાપરમાં મગફળી ગોડાઉનમાં લાગેલી આગ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયો ક્લિપમાં પરેશ ધાનાણી ફાયરમેન સાથે વાત કરી રહ્યાં છે. તેમાં ફાયરમેન કહે છે કે મગફળી બચાવી શકાય તેમ હતી. તો પછી કોના કહેવાથી આ આગ ઠારવામાં ન આવી? મગફળી ન બચાવવાથી કોને ફાયદો થયો હતો. આવા અનેક સવાલો સામે આવ્યા છે. 


શું છે વાયરલ ઓડિયોમાં જુઓ
પરેશ ધાનાણીઃ પુળા ઉપર પાણી મારવાથી શું ફાયદો 
ફાયરમેનઃ છપરા ઉપર પાણી મારવાનું કહ્યું હતું અમને
પરેશ ધાનાણીઃ ગોંડલમાં કેટલી વારમાં તમે પહોચ્યા હતા.
ફાયરમેનઃ ગોંડલમાં અમે ઓછામાં ઓછા.. ફાયર સુપ્રિટેન્ડેટનો ફોન આવ્યો હતો.. વધીને 6થી 7 કલાકની અંદર.. આગ લાગ્યા પછી હો.. અમને તો અહીંથી જતાં કલાક જ થઇ હતી.. 
પરેશ ધાનાણીઃ ગોંડલમાં માલ બચાવી શકાય તેમ નહોતો. પહોચ્યા ત્યારે..
ફાયરમેનઃ બચાવી શકાય તેમ હતો.. સાહેબ અસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેટ હતાને રાજકોટના.. તેમણે એમ કહ્યું કે. JCB મંગાવીને બે ભાગ કરી નાખીએ ગોડાઉનના.. તો તેમના એસડીએમએ કહ્યું કે.. બે ભાગના કરી શકાય મારાથી.. મંજૂરી વગર
પરેશ ધાનાણીઃ અચ્છા
ફાયરમેનઃ એટલે કે ટૂંકમાં સળગવા જ દેવું હતું.. બે ભાગ નથી કરવા દેવા આપણે.. 
પરેશ ધાનાણીઃ એસડીએમએ જ ના પાડી દીધી
ફાયરમેનઃ હા, એસડીએમ અને ફાયર સુપ્રિટેન્ડેટ રાજકોટના ઝગડ્યા પણ બહુ હતા.. કેટલી ઘડી ફોનમાં અમારે ચર્ચા થઇ.. અને બધા સાંભળતા હતા.. 
પરેશ ધાનાણીઃ એને શું ઝઘડો થયો રાજકોટ ફાયરફાઇટર વાળાને
ફાયરમેનઃ એ કે ફાયરનું કામ મારે કરવાનું છે. તમે કહો તેમ ના થાય સુપ્રિટેન્ડન્ટ કે.. આગ ઠારવાનું કામ મારે કરવાનું હોય ને એમ કરવાનું છે.. તેઓ કે એમ નથી કરવું આપણે.. તમે કહો એમ નથી કરવું કે.. એસડીએમએ ત્યાં સુધી કહ્યું કે.. હું કલેક્ટરને તમારી ફરિયાદ કરૂ.. તો કહ્યું કે.. તમારે જ્યાં કરવી હોય ત્યાં કરો.. સાહેબ 101 ટકા એ ચારેય ફાયર ફાઇટર લઇને જતા રહ્યા હતા. ચાલુ આગે.. કે તમારે જે કરવું હોય તે કરી લે જો.. ફાયર સુપ્રિટેન્ડેન્ટે એ કહ્યું. એક જ ગાડી તેમણે રાખી હતી.. પાંચ ગાડી આવી હતી એમાંથી ચાર લઇને જતા રહ્યા એ.. 
પરેશ ધાનાણીઃ એટલે આવીને પાછી જતી રહી ચાર..
ફાયરમેનઃ હા.. આગ ચાલુમાં તેમણે મંગાવી જ લીધી સાહેબ. આ બન્ને ઝઘડ્યાને એસડીએમને બન્ને.. એટલે તેમણે કહ્યું તમારે તમારી રીતે કામ કરાવજો ત્યાં બહારની ગાડીઓ છે. મારે રાજકોટ સીટીનું જોવાનું હોય.. એમ કહીને એક ગાડી રાખી અને ચાર લઇને જતાં રહ્યા...
પરેશ ધાનાણીઃ અચ્છા
ફાયરમેનઃ પછી પાંચ દિવસ અમે પૂછ્યું.. ધોરાજી, ઉપલેટા, જેતપુરને જૂનાગઢને.. 
પરેશ ધાનાણીઃ એમાં પેલી પાઇપને દબાવી શકાય તેમ નહોતી.. 
ફાયરમેનઃ 101 ટકા સાહેબ.. અમે જે સમયે ગયા હતા ત્યારે અડધો ગોડાઉન બચે તેમ હતો. અડધો ઉપર... પણ તેઓ ના જ પાડતા હતા. કોઇ જગ્યાએ જેસીબીનું કાણું ના પાડવા દે.. અમને કઇ કરવા જ ના દે.. ખાલી પાણી મારો.. એ પણ પાઇપથી નહીં સાહેબ.. ઉપર જે પાઇપ હોય અમારો લાગેલો હોય.. તેનાથી અહીથી જ ફુવારો મારવાનો ઉપરથી.. ત્યાં અંદર તો જવાનું જ નહી.. એન્ટ્રી જ નહી કરવાની.. 
પરેશ ધાનાણીઃ ઉપરની પાઇપો ના મંગાવી
ફાયરમેનઃ આપણે જે પાઇપ લગાવીએ ને તે હોજરીલ કહેવાય.. હોજરીલ અને ઉપર બાઉઝરનો પાઇપ હોય.. તે ઉપરથી તમે મારી શકો એમ.. આપણેને માણસને ઇજા ન થાય.. અને દૂર રહે સાહેબ.. અને ત્યાંથી આપણે ચાલું રાખવાનું સાહેબ... 
પરેશ ધાનાણીઃ અચ્છા 
ફાયરમેનઃ બાકી સાહેબ ફાયર ત્યાં 12 ફાયર હતાં.. 12 ફાયર આગ કાબુમાં ના કરી શકે.. 
પરેશ ધાનાણીઃ થઇ જ જાયને..
ફાયરમેનઃ ના થાય શું સાહેબ એ જ કહું છું.. 
પરેશ ધાનાણીઃ સરકારે ઇરાદા પૂર્વ ટૂંકમાં દિવાસળી મુકાવીને સળગવા દીધું.. કે તાપણું તાપો..
ફાયરમેનઃ સળગી જાય તો જ ઇ,.. એસડીએમ મજબૂર હતા.. એસડીએમ કામ કરવા જ નહોતા દેતા.. 
પરેશ ધાનાણીઃ અચ્છા
ફાયરમેનઃ અને ખાવામાં પણ સાહેબ એમ કહ્યું કે. ઇ કે તમતમારે જમવું હોય ને તો કલાકનો હોલ્ડ પાડી દેવાનો,.. સવાર સાંજ.. નહી તો કોઇ ફાયરવાળા એવું તો ન ઇચ્છે કે.. જાનહાનિ થતીં હોયને તે જમવા બેસી જાય.. 
પરેશ ધાનાણીઃ એસડીએમ કોણ હતા ત્યાં
ફાયરમેનઃ એ તો કોણ હોય સાહેબ તે અમને ખબર નહીં.. એસડીએમને પણ ઉપરથી પ્રેશર જ હશે.. કેમકે ફાયર સુપ્રિટેન્ડેન્ટને જે વાત કરતા હતાને ફોનમાં અહી નહોતા આવ્યા.. ફોન ઉપર ચર્ચા કરતા હતાને.. એ ઉપર કલેક્ટરનું ઉપરથી પ્રેશર આવતું હતું.. 
પરેશ ધાનાણીઃ અચ્છા.. કલેક્ટરનું જ દબાણ હતું..
ફાયરમેનઃ હા. કેમ તમે ગાડી લઇને જતાં રહો છો.. એમ એસડીએમને કહેતા હતા.. તમે કલેક્ટરને તમારી રીતે વાત કરી લેજો.. હું જતો રહું છું કે... 
પરેશ ધાનાણીઃ રાજકોટમાં પણ તમારી જ ટીમ હતી.. 
ફાયરમેનઃ હા,, રાજકોટમાં પણ અમે ગયા હતાને ગોડાઉનમાં.. 
પરેશ ધાનાણીઃ રાજકોટમાં તો હું ગયો હતો.. આખું ગોડાઉન ફરતું ખુલ્લું છે..
ફાયરમેનઃ હા તે એમને એમ છે.. છપરું જે હોયને તેમને તેમ.. તેમાં ફરીને આગ લાગેલી હતી ફરીને,, આપણે પેલા વાડીએ જવાર બાળતા હોઇએ.. જે અલગ અલગ જગ્યાએ બાળીએ..એવી જ રીતે તે બારદાન સળગ્યા હતા. 
પરેશ ધાનાણીઃ એટલે ફરતી બાજું આગ લગાડી હતી..
ફાયરમેનઃ ફરતી બાજું નહી તો સાહેબ આમ જાય આગળ આગળ તો ત્યાંનું ફાયર તો પહોચ્યું હોયને.. કલાક દોઢ કલાકમાં.. કલાકે ના થાય ને..
પરેશ ધાનાણીઃ ત્યાં તો તરત જ પહોચી જાય.. તે આખો શેઢ કોથળાનો ભર્યો હતો.. 
ફાયરમેનઃ હા.. તે આખો જે પાછળનો ભાગ હતોને તે કોથળાનો જ હતો.
પરેશ ધાનાણીઃ પાછળનો ભાગ જે સળગ્યું તે છે... 
ફાયરમેનઃ કોથળાનો જ હતો આખે આખો. બાકી ઘઉં પડ્યા હતા.. બીજું અનાજ કેટલું પણ હતું ત્યાં.. તેના તે જ શેઢમાં તેના આગળના ભાગમાં
પરેશ ધાનાણીઃ તે ના સળગ્યું...
ફાયરમેનઃ નહીં,, તે ના સળગ્યું., ખાલી બારદાન જ સળગાવ્યા...
પરેશ ધાનાણીઃ બારદાનમાં નવા કેટલાક હશેને જૂના કેટલાક હશે... તમારી દ્રષ્ટીએ
ફાયરમેનઃ સાહેબ અમે રાજકોટ પહોચ્યાને ત્યારે 12 કલાકથી ઉપરનો સમય થઇ ગયો હતો.. નવા બારદાન તેમાં સાહેબ દેખાતા જ ન હતા.. કારણ કે નવું સળગે તો સળગ્યા બાદ નવું ને જૂનું ખબર ના પડે.. ડૂચો તો વધારે હતો તેમાં..  ડૂચો જ હતો લગભગ બારદાનમાં..
પરેશ ધાનાણીઃ અચ્છા.. કઇ વાંધો નહીં કઇ હોય તો ધ્યાન દોરજો મને
ફાયરમેનઃ અને ગોંડલ તો સાહેબ 101 ટકા અમારા જ ડ્રાઇવરે ડિઝલનો કેરબો કાઢેલો હતો..