કિંજલ મિશ્રા, અમદાવાદ: સામાન્ય રીતે ભાજપ દ્વારા દિવાળી બાદ કાર્યકર્તાઓમાં ઉત્સાહ પૂરવા માટે સ્નેહ મિલનનું આયોજન કરવમાં આવે છે અને તેમાપણ ખાસ કરીને જ્યારે ચૂંટણીઓ નજીક હોય ત્યારે કાર્યકર્તાઓ સંગઠન માટે કેટલુ મહત્વ ધરાવે છે સાથે જ કેટલો મોટો પીઠબળ આપે છે. આ અંગે પણ મોવડી મંડળ દ્વારા વાત મૂકી કાર્યકર્તાઓમાં જોમ પૂરવામાં આવે છે. જો કે અમદાવાદ ખાતે યોજાયેલા સ્નેહ મિલનમા સાંસદ પરેશ રાવલે કંઇક એવુ કર્યુ જેનાથી ના માત્ર કાર્યકર્તાઓ પરંતુ હાજર એમએલએથી માંડીને પદધિકારીઓ તથા ખુદ મુખ્યપ્રઘાન પણ એક તબક્કે સ્તબ્ઘ થઇ ગયા હતા. કેમ કે તેમણે જાહેર મંચ પરથી ભાજપ ને ન ગુણા કહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે સાંભળીને ત્યાં બેઠેલા સૌ આવાક રહી ગયા. આમ તો પરેશ રાવલ અમદાવાદ પૂર્નાવના  સાંસદ બન્યા બાદ છેલ્લા સાડા ચાર વર્ષો મા આંગણીના વેઢે ગણી શકાય એટલી વાર જ પોતાના મતક્ષેત્રમાં કે ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપી છે. નેતા બન્યા બાદ પણ સ્ટારડમ અને સામાન્ય લોકો સાથે સતત અંતર રાખતા નજરે ચઢ્યા છે. 


પોતાના મત વિસ્તારમાં કામ કરવા કરતા બાઉન્સરો સાથે પાર્ટી કેમ્પેઇનથી માંડીને સોશિયલ મીડીયા પર વિવાદીત પોસ્ટ સુધીની અનેક મુ્દ્દે તેઓ લાઇમ લાઇટમાં રહ્યા છે. જો કે આ વખતે ભાજપને મંચ પરથી જ નગુણા ગણાવી છે ખુદ સીએમ માટે ક્ષોભની પરિસ્થિતી ઉભી કરી હતી, કેમ કે તેમણે આધાર બનાવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીને અને પોતાના ભાષણમાં બોલ્યા હતા કે વિધાનસભાની ચૂંટણીમાં જો ખુદ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને આવવું પડે તો આપણે નગુણા છીએ.
 
પીએમને જો ગુજરાતની ચિંતા કરવી પડે તો એ આપણી સૌથી મોટી નગુણાઇ છે. જો એ દેશ સાચવતા હોય તો આપણે પ્રદેશ સાચવવો જોઇએ, અહી જાણાવવું એ પણ જરૂરી છે કે હાલમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વર્ષ 2012 વિધાનસભાની ચુંટણી બાદ નરેન્દ્ર મોદીની જગ્યાએ સીએમ તરીકે પ્રોજેક્ટ થઇ ચૂંટણીના મેદાનમાં આવ્યા હોય એવો પ્રથમ ચહેરો હતો. વર્ષ 2002થી ગુજરાતમાં નરેન્દ્ર મોદીને જ ભાજપે સીએમના ચહેરા તરીકે પ્રોજેક્ટ કર્યો હતો અને તેમના નામ પર જ પાર્ટી અને ખુદ નરેન્દ્ર મોદી પણ વોટ માંગતા હતા. 


2014માં નરેન્દ્ર મોદીનો વારસો આનંદી બેનને સોપાયો અને ત્યારબાદ પાટીદાર આંદોલન વચ્ચે વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા. 2017ની ચુંટણી આવતા આવતા ગુજરાતની સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓ વધુ વિષમ બની હતી જેના કારણે ખુદ વડાપ્રધાનને ગુજરાતમાં 20થી વધુ જનસભાને સંબોધી હતી. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને હંમેશા કોંગ્રેસ દ્વારા નિશાના પર રાખવામાં આવ્યો. 


જો કે ભાજપે હંમેશા કોંગ્રેસના આક્ષેપોનો એમ કહીને છેદ ઉડાડ્યો કે પીએમ મોદી ગુજરાતના પુત્ર છે અને ગમે ત્યારે પોતાની માતૃભૂમિમાં આવી શકે છે સાથે જ પાર્ટીનો પ્રચાર પણ કરી શકે છે. કોંગેસને તો ભાજપે ચુપ કરાવી દીધી પરંતુ ફરી એક વાર આ જ મુદ્દે સ્ફોટક નિવેદન આપી છે. પરેશ રાવલે વિવાદનો મધપુડો છંછેડયો છે. 


જો કે પરેશ રાવલે પોતાના ભાષણ દરમ્યાન પર પ્રાતિય સહીત અનેક મુદ્દા પર આડકરતા પ્રહાર પણ કર્યા હતા. સાથે જ એક રહીશુ તો ભાજપ રહેશે અને આપણે પણ રહીશુ તેવુ પણ બોલ્યા હતા. તેમજ કોંગ્રેસની જાતિ જ્ઞાતિની વેરઝેર વાળી રાજનિતિથી દૂર રહી વિકાસની રાજનિતિ સાથે એક બનીને આગળ વધવા પણ સૂચન કર્યુ હતુ. જો કે પરેશ રાવલનું મંચ પરથી ભાજપને નગુણા કહેવુ એ ટોક ઓફ ઘ ટાઉન બન્યું હતું. અને કાર્યક્રમ પૂર્ણ થવાની સાથે સીએમથી માંડી તમામ પદાધિકરીઓ સ્થળ છોડવુ જ હિતાવહ માન્યુ હતું.