અમદાવાદ : અમદાવાદનું કાલુપુર સ્ટેશન સતત ધમધમતું હોય છે. અહીં અનેક લોકો આખા દિવસમાં વાહન પાર્ક કરતા હોય છે. હવે સમાચાર મળ્યા છે કે કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્કિંગ કરવા માટે વધારે પૈસા ચુકવવા પડશે. પહેલા ગમે તેટલા કલાક સુધી પાર્કિંગ માટે 20 રુપિયા ચાર્જ લેવામાં આવતો હતો. પરંતુ હવે પ્રતિ ચાર કલાક માટે 35 રુપિયા જેટલા પૈસા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં  ઈન્ડિયન રેલવે દ્વારા રેલવે સ્ટેશન પર સરદાર વલ્લલભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવી નવી પાર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ નવા આયોજનના ભાગરૂપે પાર્કિંગ ચાર્જમાં ફેરફાર થયો છે. નવા નિયમ પ્રમાણે વ્યક્તિ જો સ્ટેશન પર કોઈને મુકવા જાય તો તેણે 15 મિનિટના પાર્કિંગ બાદ પાર્કિંગ એરિયા છોડી દેવો પડશે અને 15 મિનિટ પછી 35 રુપિયા પાર્કિંગ ફી ચુકવવાની રહેશે. જે લોકો દરરોજ રેલવે સ્ટેશન પર પોતાના વાહન પાર્ક કરીને ટ્રેનથી બીજા કોઈ સ્થળે જાય છે તેમને આ નવી સિસ્ટમ મોંઘી પડશે. આ સિવાય કાર માલિકોએ 12 કલાકના 105 રુપિયા ચુકવવા પડશે. 


હકીકતમાં સ્ટેશનનો પાર્કિંગ એરિયા નાનો છે અને ઘણાં લાંબા સમય સુધી પાર્ક કરી રાખતા વાહનોની સમસ્યા દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ટુ-વ્હીલરને પાર્ક કરવા માટે ચાર કલાકના 15 રુપિયા ચુકવવાના રહેશે અને કોમર્શિયલ વાહનનો ચાર્જ પ્રતિ બે કલાક 50 રુપિયા છે. રીક્ષા ડ્રાઈવર્સે બે કલાકના દસ રુપિયા ચુકવવાના રહેશે.