રાજેન્દ્ર ઠક્કર/ભુજ: કચ્છ ભુજ સરહદી રેન્જ આઈજીની બાતમી આધારે ભુજ સાયબર સેલની ટીમે દુબઈથી પાટણ આવેલા ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડનાર મહાદેવ બુકના ભાગીદાર ભરત ચૌધરીને ઝડપી લઇ તેની પાસેથી ₹15 લાખ 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછ અને યુવકના મોબાઈલની તપાસ કરતો એક વર્ષમાં 5200 કરોડથી વધુના હિસાબો થયાનું મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી પાટણ બી ડિવિઝન પોલીસ મથકે અન્ય પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગમે ત્યાં ગાડી ભાડે મૂકતાં નહીં! અમદાવાદમાં ખૂલ્યું ગીરવે મૂકવાનું કૌભાંડ, 35 કાર...


સમગ્ર ઉત્તર ગુજરાતમાં વર્તમાન સમયમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ફુલ્યુ ફાલ્યું છે. ત્યારે આ નેટવર્ક દુબઈથી સંચાલન થતું હોવાનો પર્દાફાશ થયો છે. કચ્છ ભુજ રેન્જના આઈ. જી. ચિરાગ કોરડીયા ને ખાનગી રહે બાતમી મળી હતી કે દુબઈ ખાતેથી મોબાઈલ ફોનમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડનાર મહાદેવ બુકનો ભાગીદાર ભરત મુમજી ચૌધરી પાટણ ખાતેની યસ સોસાયટીમાં તેના રહેણાંક મકાનમાં આવ્યો છે અને તે પોતાની એમ. જી. કંપની ની હેકટર કાર Gj 01 WL 3588 વાળી ગાડીમાં બેસીને બહાર જવાનો છે ત્યારે સાયબર સેલ ભુજની ટીમે પાટણમાં ધામા નાખ્યા હતા અને આરોપીના રહેણાંક વિસ્તારમા વોચ ગોઠવી હતી.


અંબાલાલ પટેલનો ભયાનક વરતારો! ગુજરાતના ખેડૂતોને આપી ચેતવણી, બની શકે છે ગંભીર સ્થિતિ


તે દરમિયાન ભરત ચૌધરી પોતાની ગાડીમાં બેસી બહાર જઈ રહ્યો હતો તે દરમિયાન પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસ સ્ટેશનને લાવી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે તેની પાસેથી ગાડી તેમજ મોબાઈલ મળી ₹15 લાખ 30 હજારની કિંમતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પોલીસે તેના મોબાઈલની ચકાસણી કરતા મોબાઈલ માંથી ક્રિકેટ સટ્ટાની અલગ અલગ 23 આઈ ડીઓ મળી આવી હતી. સટોડીયાના મોબાઈલમાંથી મળેલી હકીકતોથી ભુજ સાયબર સેલ ચોંકી ઉઠી હતી. દુબઈ ખાતે રહેતા સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથેના એક વર્ષના વાર્ષિક ટન ઓવરના હિસાબ 5200 કરોડથી પણ વધુનો જોવા મળ્યો હતો. 


શ્રીલંકાએ ભારતને હરાવી રચ્યો ઈતિહાસ, પ્રથમવાર જીત્યું મહિલા એશિયા કપનું ટાઈટલ


ભરત ચૌધરીએ અન્ય ભાગીદારોના નામ પણ જણાવતા પોલીસે ભરત ચૌધરીની ધરપકડ કરી દુબઈ ખાતે રહેતા તેના ભાગીદાર સૌરભ ચંદ્રાકર,અતુલ અગ્રવાલ, દિલીપ પ્રજાપતિ મૂળ રહે. પાટણ હાલ દુબઈ,સિંગ રવીકુમાર રહે. ઝારખંડ, રોનક પ્રજાપતિ સામે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભરત ચૌધરીને પાટણ એડિશનલ ચીફ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ એટલે કે છ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.