• પારુલ યુનિવર્સિટીમાં ભણતી બિહારની વિદ્યાર્થીનીએ અદિતિ હોટલના રૂમમાં આત્મહત્યા કરી

  • હોટલના રૂમમાં ટીવીનો વોલ્યૂમ લાઉડ કરીને વિદ્યાર્થીનીએ આત્મહત્યાનું પગલુ ભર્યું 


રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની ફેમસ અદિતિ હોટલમાં ફરી એકવાર આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. વડોદરામાં 22 વર્ષની યુવતીએ અદિતિ હોટેલ (Aditi hotel) માં ફાંસો લગાવી આત્મહત્યા કરી છે. પારુલ યુનિવર્સિટીના ફોરેન્સિક વિભાગમાં અભ્યાસ કરતી સોનમકુમારી સિંગે હોટલના રૂમમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અદિતિ હોટલના રૂમમાંથી યુવતીએ લખેલી સ્યુસાઈડ (suicide) નોટ મળી છે. સ્યુસાઈડ નોટમાં યુવતીએ માતા પિતાને સંબોધી ‘સોરી મુજે માફ કર દેના...’ એવું લખ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્યૂસાઈડ નોટમાં માતાપિતાની માફી માંગી
પારુલ યુનિવર્સીટી (parul university) માં ભણતી સોનલ નામની વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સન્નાટો છવાઈ ગયો છે. હજુ તો જિંદગી જોઈ નથી એ પહેલા જ સોનલની જિંદગી અસ્ત થઇ ગઈ. તેણે સ્યૂસાઈડ નોટમાં માતા પિતાની માફી માંગી છે. આત્મહત્યાના બનાવ બાદ વડોદરા પોલીસ (vadodara police) ની શી ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સયાજીગંજ વિસ્તારમાં અદિતિ હોટલ આવેલી છે.


આ પણ વાંચો : રાજકોટના નવા મેયર કોણ? મલાઈદાર પદ માટે આ 3 નામની ચર્ચાએ જોર પકડ્યું


પ્રાપ્ત માહિતી અનુસાર, બિહારના મુઝફ્ફરનગરની 22 વર્ષીય સોનમ કુમારી પારુલ યુનિવર્સિટીના ફોરેન્સિક સાયન્સ વિભાગના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હતી. તેણે ગઈકાલે સવારે અદિતિ હોટલના રૂમ નંબર 202 માં ચેક ઈન કર્યું હતું. તેના બાદ તેના સગાવ્હાલા તેને અહી મળવા આવ્યા હતા. ગઈકાલે બપોરના સમયે રિસેપ્શન પરથી સોનમના રૂમમાં ફોન કરાયો હતો. પરંતુ કોઈ રિપ્લાય મળતો ન હતો. તેથી સોનમના મોબાઈલ પર સંપર્ક કરવામાં આવ્યો. જ્યાં પણ કોઈ જવાબ ન મળ્યો. ત્યારે હોટલના મેનેજર અને લેડીઝ સ્ટાફ માસ્ટર કી સાથે રૂમમાં પહોંચ્યા હતા. 



મેનેજરને રૂમના અંદરથી ટીવીનો અવાજ સંભળાયો હતો, પરંતુ બીજુ કંઈ સંભળાતુ ન હતી. જેથી તેમણે માસ્ટર કીથી દરવાજો ખોલ્યો હતો. જેમાં અંદર સોનમ પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી. આ ઘટના બાદ હોટલનો સ્ટાફ દોડતો થયો હતો. તાત્કાલિક સયાજીગંજ પોલીસ સ્ટેશનને જાણ કરાઈ હતી. રૂમમાં એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. આ સ્યૂસાઈડ નોટ (suicide note) માં સોનમે લખ્યું છે કે મમ્મી-પપ્પા માફ કરજો. તમે મને ખુશ રાખી છે પણ હું જિંદગીથી કંટાળી ગઈ છું.


આ પણ વાંચો : હિન્દુ યુવતીઓને કોઈ ઉઠાવી લઈ જાય એ હવે નહિ ચાલે : CM રૂપાણી


ગત વર્ષે પણ આ જ હોટલમાં થઈ હતી આત્મહત્યા 
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ અદિતિ હોટલમાં જ એક શખ્સે આત્મહત્યા કરી હતી. અમદાવાદના 50 વર્ષીય અલ્પેશભાઈ નાનજીભાઈ પટેલ ગઇકાલે વડોદરા શહેરમાં આવ્યા બાદ હોટલ અદિતિમાં રોકાયા હતાં. તેમને એક દિવસ માટે રૂમ બુક કરાવ્યો હતો, જ્યારે હોટલમાં ચેકઆઉટ ટાઇમ હતો ત્યારે રાત્રિના 8 વાગે પણ અલ્પેશભાઈ પટેલે રૂમ ચેક આઉટ ન કરાવતા હોટલનો કર્મચારી અલ્પેશભાઇના રૂમમાં તપાસ કરવા માટે ગયો હતો. રહસ્યમય સંજોગોમાં રૂમમાં તેમણે પંખા સાથે દોરી બાંધી આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું.